મનોરંજન

દીકરીના ટૂંકા કપડાં પર ખરાબ સંભળાવતા ભડક્યા અજય દેવગણ, કહ્યું – ‘હું વિનંતી કરીશ કે…’

અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણને ઘણીવાર તેના કપડાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર જયારે પણ તેનો કોઈ લૂક સામે આવે ત્યારે ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરવાનું શરુ કરી જ દે છે. ત્યારે અજય દેવગણને આ બિલકુલ પસંદ નથી કે કોઈ પણ સ્ટારકિડને આટલું અટેંશન આપીને ટ્રોલ કરવામાં આવે. અજય દેવગણે આ વિશે ચુપ્પી તોડી છે અને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Image Source

હાલમાં જ અજય દેવગણે એક ઇન્ટરવ્યૂમાં દીકરીને આ રીતે ટ્રોલ કરવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું, ‘આ પ્રકારની ટ્રોલિંગથી ન ફક્ત મારી દીકરી ન્યાસા પણ આખો પરિવાર પ્રભાવિત થાય છે. ન્યાસા હજુ 14 વર્ષની જ છે અને મને લાગે છે કે લોકો ક્યારેક-ક્યારે ગરિમા ભૂલી જાય છે. તેઓ બકવાસ કરે છે. ન્યાસાને જે કપડાં માટે હાલમાં ટ્રોલ કરવામાં આવી હતી એમાં તેને લોન્ગ હુડીની અંદર શોર્ટ્સ પહેર્યા હતા, જે લોન્ગ હુડીને કારણે દેખાય નહિ અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.’

Image Source

અજય દેવગણે આગળ કહ્યું, ‘હું નથી જાણતો કે આ ક્યાં પ્રકારના લોકો છે, પરંતુ તેમની હરકતોની કિંમત અમે ચુકાવી રહયા છીએ. હું પાપારાઝીને વિનંતી કરીશ કે એ અમારા બાળકોને એકલા છોડી દે. આખરે માતા-પિતાના સ્ટાર હોવાની કિંમત બાળકોએ શા માટે ચૂકવવી પડે. મને લાગે છે કે કોઈ પણ સ્ટારકિડ પાપારાઝીથી ખુશ નથી અને એ બધાને જ પોતાની સ્પેસ જોઈએ છે. બાળકો નથી ઇચ્છતા કે તો જયારે પણ ઘરની બહાર નીકળે ત્યારે તૈયાર થઈને નીકળે, આ ખૂબ જ ખરાબ છે કે આવી વસ્તુઓ થઇ રહી છે.’

 

View this post on Instagram

 

Thank you babies for 57k 🥳🥳❤️ • #nysadevgan

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

થોડા સમય પહેલા જ ન્યાસા દેવગણ એરપોર્ટ પર હુડી પહેરેલી જોવા મળી હતી, તેનું હુડી લાંબુ હતું, તેમ છતાં સોશલ મીડિયા યુઝર્સે એમ કહીને તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું કે તેને હુંડીની નીચે કશું જ નથી પહેર્યું. આ જ ટ્રોલિંગને લઈને અજય દેવગને હવે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

 

View this post on Instagram

 

Someone tell me why I’m gaining so much followers fast?! • #nysadevgan #kajol

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

એક ઇન્ટરવ્યૂમાં અજયે કહ્યું હતું કે તેમની દીકરી પહેલા ટ્રોલિંગથી પ્રભાવિત થતી હતી, પરંતુ હવે નથી થતી. ‘ન્યાસા ખૂબ જ સમજદાર છે અને એ ખૂબ જ વિચારે છે. ન્યાસા વસ્તુઓને સારી રીતે એનલાઈઝ કરે છે.’ અજય દેવગણના બે બાળકો છે, મોટી દીકરી ન્યાસા, જે હાલ સિંગાપોરમાં પોતાનું ભણતર પૂરું કરી રહી છે, અને નાનો દિકરો યુગ છે.

 

View this post on Instagram

 

The light is beautiful, but my daughter outshines everything! Happy 2019 and I’m sure your daughters are all precious to you.

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

ફિલ્મોની વાત કરીએ તો જલ્દી જ અજય દેવગનની ફિલ્મ દે દે પ્યાર દે રિલીઝ થવાની છે. આ સિવાય અજય ફિલ્મ તાનાજી અને RRRમાં પણ જોવા મળશે. કાજોલના જણાવ્યા અનુસાર, તેમની દીકરી ન્યાસાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ જ રસ નથી, એને કૂકીંગમાં ખૂબ જ રસ છે, અને તે વર્લ્ડ ફેમસ શેફ બનવા માંગે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.