મનોરંજન

વિના મેકઅપ પણ ઐશ્વર્યા દેખાય છે ખૂબ જ સુંદર, જુઓ તેની કેટલીક ખાસ 10 તસ્વીરો

7 તસ્વીરોમાં એશ્વર્યા રાય રાણી જેવી દેખાય છે

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા 18 વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો ઝલવો દેખાડતી રહી છે. વર્ષ 2002માં શરૂ થયેલી તેમની યાત્રા હજી અકબંધ છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઐશ્વર્યાએ ઘણા લૂક અપનાવ્યા હતા.

Image Source

જેના કારણે તે તેની સુંદરતા અને ડ્રેસિંગ સ્ટાઇલનું કારણ બન્યું છે. આ પૈકી તેનો એક લુક એવો છે જેને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની ખૂબ પ્રશંસા મળી હતી. હા, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ઐશ્વર્યાનો એ લુક જેજયારે લોકોએ તેની તુલના પ્રીન્સેસ સિન્ડ્રેલા સાથે કરી હતી.

Image Source

વર્ષ 2017માં ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાન્સ ફેસ્ટિવલમાં તેણીએ દુબઈ સ્થિત ફેશન ડિઝાઇનર માઇકલ સિંકો દ્વારા ડિઝાઈન કરેલી ડિઝની પ્રિન્સેસ એસ્કે બ્લુ ગાઉન પહેરી રેડ કાર્પેટ પર ઝલવો દેખાડ્યો હતો.

Image source

ઐશ્વર્યા જે ગાઉનને લઈને ચર્ચામાં આવી હતી કસ્ટમ ડિઝાઇન માઇકલના ‘ઇમ્પોસિબલ ડ્રીમ ઓફ વર્સેલ્સ કલેક્શન’ નો એક ભાગ છે. જેમાં એશ રાજકુમારી જેવી નજરે આવી રહી છે.

Image source

ઐશ્વર્યાના ઓવરઓલ લુક વિશે વાત કરીએ તો સ્વીટહાર્ટ નેકલાઈન સ્ટ્રેપલેસ ગાઉનમાં તેની સુંદરતા બની રહી હતી. સટલ મેકઅપની સાથે ખુલ્લા વાળ અને નો એક્સેસરીઝ લૂકમાં બહુ જ સરસ લાગી રહી હતી.

Image source

ઐશ્વર્યાએ એસ્ક બ્લુ ઝભ્ભો પહેરીને પેપરાઝી સામે આવતા જ લોકોએ પ્રતિક્રિયા શરૂ કરી દીધી હતી. બધાએ તેના દેખાવની તુલના ડિઝનીની પ્રિન્સેસ સિન્ડ્રેલા સાથે કરી.

Image source

ફ્લેયર્ડ બોલગાઉન ગાઉન સ્ટાઇલ સ્કર્ટ વાળા ગાઉન પહેરીને ઐશ્વર્યાએ માત્ર પોતાની સ્ટાઇલ લહેરાવી રહી હતી, પરંતુ શટરબગ્સ માટે પોઝ આપતી વખતે તે ભારતના હાવભાવને સલામ કરવાનું ભૂલતી નહોતી. લોકોએ તેમનો લુક જોતાંની સાથે જ દરેક લોકો તેના દીવાના થઇ ગયા હતા.

Image source

પૂર્વ વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. લગ્ન પછી પણ તે ફિલ્મોમાં અને જાહેરાતોમાં જોવા મળે છે. પોતાની સુંદરતા માટે હંમેશા જ એ સુર્ખિયોમાં રહે છે. ઐશ્વર્યા રાય બચ્ચનને ફિલ્મ ઉદ્યોગની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

Image Source

ઐશ્વર્યાની સુંદરતાના જલવાઓ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્નને 12 વર્ષ થઇ ગયા છે, તેમની એક દીકરી આરાધ્યા પણ 7 વર્ષની થઇ ગઈ છે. પણ હજુ પણ ઐશ્વર્યાની સુંદરતા ઓછી નથી થઇ.

Image Source

ઐશ્વર્યા રાયે વર્ષ 1994માં વિશ્વસુંદરીનો ખિતાબ જીત્યો હતો. લોકો તેમની સુંદરતાના કારણે તેમના ચાહક છે. એવોર્ડ ફંક્શનમાં કે બીજી આ પ્રકારની ઇવેન્ટ્સમાં આપણે ઐશ્વર્યાને મેકઅપમાં જોઈએ છીએ પણ કદાચ તમને એ અંદાજો જ નથી કે ઐશ્વર્યા મેકઅપ વગર પણ એટલી જ સુંદર દેખાય છે.

Image Source

તો આજે એની એવી કેટલીક તસવીરો જોઈએ કે જેમાં તે મેકઅપ વિના જોવા મળી રહી છે.

Image Source

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી છે. પરંતુ જયારે તે ઘરે હોય છે ત્યારે તે મેકઅપ લગાવવાથી દૂર રહે છે. આ સિવાય પણ ઘણી જગ્યાઓ પર ઐશ્વયા મેકઅપ વગર જોવા મળી છે.

Image Source

એ ફક્ત એરપોર્ટ, પાર્ટીસ જ નહિ પણ ફિલ્મોમાં પણ વધુ મેકઅપ કરવાનું પસંદ નથી કરતી. એ મોટેભાગે સાદા લૂકમાં જોવા મળે છે.

Image Source

આટલું જ નહીં, ઐશ્વર્યા ફિલ્મ ‘સરબજીત’માં પણ મેક-અપ કર્યા વગર દેખાઈ હતી. આ ફિલ્મમાં તેનો લુક ખૂબ જ સરળ અને મેકઅપ વગરનો હતો. ઐશ્વર્યા ઘણી વાર તેની પુત્રી આરાધ્યા સાથે ફોટોઝ શેર કરતી રહે છે. જેમાં ઐશ્વર્યા ઘણીવાર મેકઅપ વગર જોવા મળે છે.

Image Source

ફિલ્મો વિશે વાત કરીએ તો, અભિષેક અને ઐશ્વર્યા બંને માટે 2018 ઠીકઠાક રહ્યું છે. આ વર્ષે ઐશ્વર્યા રાયે અનિલ કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ફન્નેખાન’ સાથે કમબેક કર્યું હતું, જ્યારે અભિષેક બચ્ચન ફિલ્મ ‘મનમર્ઝીયા’માં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.