ઐશ્વર્યા રાય તેની સુંદરતાના કારણે સૌને આકર્ષે છે, આજે પણ ઐશ્વર્યા રાંકયની સુંદરતા એટલી જ મનમોહક લાગે છે પરંતુ બચ્ચન પરિવારની વહુ એટલે કે ઐશ્વર્યા રાય પણ બોડી શેમિંગનો શિકાર થઇ ગઈ છે. આ વાત ત્યારની છે જયારે તેને દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો, દીકરીના જન્મ પછી ઐશ્વર્યા રાય ખુબ જ મોટી થઇ ગઈ હતી, જયારે તેના ફોટો સામે આવ્યા ત્યારે તેને જોઈને બધા જ હેરાન રહી ગયા હતા. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ જ ટ્રોલ થઇ હતી. લોકો તેને જોઈને વિવિધ પ્રકારની વાતો પણ કરવા લાગી ગયા હતા, લોકો કહેતા હતા કે તે તેના વજનને લઈને ગમનભીર નથી, પરંતુ આજે જોઈએ તો ઐશ્વર્યા એકદમ ફિટ અને સુંદર દેખાઈ રહી છે.

ઐશ્વર્યા રાયે આલોચનાનો શિકાર થયા બાદ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં બધી બાબતો જણાવી છે. તેને કહ્યું હતું કે “આ ફક્ત માતા બનાવ બાદની જ વાત નથી, પ્રાસંગિક રૂપે માતા બનવા બાદ બોડી શેમિંગનો શિકાર બનાય જ છે. અને આ બધાની સાથે થાય છે. પરંતુ લોકો બોડી ફ્રેંમના બદલવાના એક જ પહેલુને જુએ છે. હું એ વિષે વાત કરી રહી છું કારણ કે હું તેને સંભાળવામાં સક્ષમ છું.”

ઐશ્વર્યાએ કહ્યું હતું કે” લોકો કહી રહ્યા છે ઓહ! તેનું જીવન તો પરી કથા જેવું છે, હા, મને ખુબ જ આશીર્વાદ મળ્યા છે અને હું તેના માટે ખુબ જ આભારી છું, પરંતુ મારો પ્રશ્ન છે કે તમે કાયા આધાર ઉપર શું માનો છો?”

વધુમાં જણાવતા ઐશ્વર્યાએ કહ્યું હતું કે: “મારો વિશ્વાસ કરો, ભલે તમે કોઈપણ રીતે જુઓ, દરેક વ્યક્તિએ કોઈના નિર્ણયનો સામનો કરવો જ પડે છે. હું કેવી દેખાઉં એ નક્કી કરવાનું કામ મારું છે. કોઈ મને ના કહી શકે કે મારે શું કરવાનું છે.”

શૂટિંગ અને ટ્રાવેલિંગમાં આરાધ્યાની સાથે હોવા ઉપર એશ્વર્યા દ્વારા કહેવામાં આવ્યું હતું કે: “આરાધ્યા જ્યારથી જન્મી છે ત્યારથી તે મારી સાથે ટ્રાવેલ કરી રહી છે. હું આરાધ્યાને દરેક જગ્યાએ સાથે લઇ જાઉં છું, તેના શિડ્યુલ અને એજ્યુકેશનની સાથે શિડ્યુલ મેચ કરું છું, વધારે અમે વિકેન્ડ ઉપર જ બહાર જઈએ છીએ.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.