વિશ્વ સુંદરી અને અભિનેત્રી ઐશ્વર્યા રાય જો કે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ સક્રિય રહે છે, પણ અમુક વાર તે એવી તસ્વીરો શેર કરી દે છે કે દર્શકો કવખાણ કરતા થાકતા નથી.

એવામાં વેલેન્ટાઈન ડે ના મૌકા પર ઐશે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ અને દીકરી સાથેની તસ્વીર શેર કરી છે. તસ્વીરની સાથે તેણે દિલવાળી ઈમોજી પણ પોસ્ટ કરી હતી. તસ્વીરમાં ઐશ, અભિષક અને દીકરી આરાધ્યા ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આંખોમાં કાજલ, લાલ લિપસ્ટિક અને ખુલ્લા વાળમાં ઐશ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

શેર કરેલી તસ્વીરમાં ઐશ દીકરી આરાધ્યા સાથે સ્માઈલ કરતી દેખાઈ રહી છે જ્યારે પતિ અભિષેક થોડા પાછળની બાજુએ બેઠેલા દેખાઈ રહ્યા છે.

ઐશ્વર્યાએ બીજી એક તસ્વીર પણ શેર કરેલી છે જેમાં ગુલાબના ફૂલોને એક પ્લેટમાં સુશોભિત કરવામાં આવેલા છે અને હાર્ટ શેપની મીઠાઈ પર હેપ્પી વેલેન્ટાઈન ડે નું કાર્ડ પણ રાખેલું છે.

જો કે જણાવી દઈએ કે માત્ર આઠ વર્ષની આરાધ્યા ઐશની કોપી કરવામાં હંમેશા આગળ જ રહે છે. તસ્વીરમાં તે હૂબહૂ ઐશની જેમ જ સ્માઈલ કરતી દેખાઈ રહી છે.

પોતાની દીકરીને લઈને ઐશ ખુબ જ ગંભીર છે અને તે ક્યારેય પણ આરાધ્યાને એકલી છોડતી નથી. પાર્ટી કે ઇવેન્ટમાં ઐશ હંમેશા આરાધ્યા સાથે જ હોય છે જેને લીધે તે ઘણીવાર આલોચનાનો શિકાર પણ થઇ ચુકી છે.

કારકિર્દીની વાત કરીયે તો ઐશ્વર્યા જલ્દી જ સાઉથની એક ફિલ્મમાં જોવા મળી શેક તેમ છે, ફિલ્મને મણિ રત્નમ ડાયરેક્ટ કરશે જ્યારે અભિષેક બચ્ચન પોતાના આવનારા પ્રોજેક્ટ બૉબ બિસ્વાસ, લુડો, દ બિગ બુલ અને પા-2 માં વ્યસ્ત છે.