ફ્રેન્ચ રિવેરામાં હાલ 72મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ત્યારે ચારે તરફ એના વિશે જ ચર્ચાઓ થઇ રહી છે. દીપિકા ફ્રાન્સથી પરત ફરી ત્યારે પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચન ફ્રાન્સ પહોંચ્યા હતા. અને ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી હતી. જેમાં તે રેડ કાર્પેટ પર મેટાલિક ગોલ્ડન ફિશકટ ગાઉનમાં જોવા મળી હતી.

તેમના આ લૂકની ખૂબ જ ચર્ચાઓ થઇ છે જેનું કારણ તેમના કાન પર કરેલો મેકઅપ છે. પરંતુ તેના કરતા પર તેમના કાનના મેકઅપે લોકોનું ધ્યાન વધુ ખેંચ્યું હતું. ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર જીન-લૂઇસ સાબજીના ગોલ્ડન મેટાલિક ફિશકટ ગાઉન પહેર્યું હતું. તેમના એક કાનને ગોલ્ડ ગ્લિટરથી સાંપોર રીતે સજાવવામાં આવ્યો હતો, જયારે બીજા કાનમાં પિયર્સિંગની જગ્યા પર જ ગોલ્ડ ગ્લિટર હતું.

વિશ્વની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચન પહેલીવાર 17 વર્ષ પહેલા વર્ષ 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી હતી. એ ત્યાં પોતાની ફિલ્મ દેવદાસના પ્રમોશન માટે કાન્સ ગઈ હતી અને ત્યારથી જ દર વર્ષે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જાય છે. પહેલીવાર કાન્સમાં તે પોતાના કો-સ્ટાર શાહરુખ ખાન અને ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે પહોંચી હતી.

વર્ષ 2002માં જયારે ઐશ્વર્યા કાન્સ પહોંચી હતી ત્યારે તેમને પોતાના ભારતીય લૂકથી વિદેશીઓને પણ મોહિત કરી દીધા હતા. ઐશ્વર્યાએ એ વખતે પીળી સાડી પહેરી હતી અને સાથે ભારે ગોલ્ડ જવેલરી પહેરી હતી. જેમાં તે હંમેશાની જેમ જ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

આ પછી વર્ષ 2003માં તે પહેલી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીમાં સામેલ થઇ હતી. આ પછી તેનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનો સિલસિલો જારી જ છે. જેમાંથી ઘણીવાર તે રેડ કાર્પેટ પર સુંદર પરી જેવા લૂકમાં આવી, તો ક્યારેક સાડી પહેરીને પણ આવી અને ક્યારેક તેના લૂકની ટીકાઓ પણ થઇ હતી.

ઐશ્વર્યા ઇન્ટરનેશનલ કોસ્મેક પ્રોડક્ટ લોરિયલને પ્રમોટ કરે છે. લોરિયલ છેલ્લા ઘણા વર્ષોથી કાન્સનું બ્યુટી પાર્ટનર છે. ભારતથી ઐશ્વર્યા રાય લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ જ કારણે ઐશ્વર્યાને કાન્સમાં લોરિયલ દ્વારા આમંત્રિત કરવામાં આવે છે. જેથી તે ત્યાં આવીને લોરિયલના બ્યુટી પ્રોડક્ટ્સનો પ્રચાર કરી શકે.

ભારતથી ઐશ્વર્યા રાય સિવાય દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, પ્રિયંકા ચોપરાને પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવે છે. દીપિકાનો જાદુ આપણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોઈ ચુક્યા છીએ, જયારે સોનમ કપૂર 20 અને 21 મેએ પોતાનો જાદુ વિખેરતી જોવા મળશે. માત્ર ઐશ્વર્યા જ નહિ પણ દીપિકા અને સોનમ પણ લોરિયલને પ્રેઝેન્ટ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.