ખબર મનોરંજન

ફ્લોરલ બ્લેક ગાઉનમાં વિશ્વ સુંદરી એશ્વર્યા રાયનો Cannes 2022 ના રેડ કાર્પેટ પર જલવો, જુઓ તસવીરો

48 વર્ષની એશ્વર્યા રાયના હુસ્ન આગળ બધા પડી ગયા ફિક્કા, Cannes ના રેડ કાર્પેટ પર હસીનાઓને ચટાડી ધૂળ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ધમાકેદાર આગાઝ સાથે બોલિવુડ ડીવા એશ્વર્યા રાય બચ્ચન પણ રેડ કાર્પેટ પર ઉતરી ચૂકી છે. બ્લેક રફલ, ફ્લાવર ગાઉન સાથે તેનો મેકઅપ એકદમ ગ્લેમરસ નજર આવી રહ્યો હતો. એશ્વર્યાએ પોતાના કાન્સ લુકમાં કોઇ કમી છોડી ન હતી. દીપિકા પાદુકોણ બાદ રેડ કાર્પેટ પર એશ્વર્યા રાય હુસ્નનો જલવો વિખેરતી જોવા મળી હતી. અત્યાર સુધી એશ્વર્યાના બે લુક સામે આવી ચૂક્યા છે.

એશ્વર્યાના પહેલા લુકની વાત કરીએ તો, તેણે પિંક સૂટ પહેર્યો હતો. આ સાથે તેણે મેચિંગ હિલ્સ પણ કેરી કરી હતી. ત્યારે હવે એશ્વર્યાએ બ્લેક રફલ ફ્લાવર ગાઉન પહેર્યુ હતુ. ફ્રંટમાં ગાઉન પર પ્લંજ નેકલાઇન નજર આવી રહી હતી. આ સાથે હાથ પર ઘણા રંગબેરંગી ફૂલ નજર આવી રહ્યા હતા. ત્યાં ગાઉનના લેફ્ટ કાઇડમાં એક પૂરી કળીમાં ફૂલ લાગેલા હતા. આ ગાઉન સાથે એશ્વર્યાએ તેના લુકને થોડા સિંપલ મેકઅપ સાથે કેરી કર્યો હતો.

એશ્વર્યાએ આ લુક સાથે વાળને સેંટર પાર્ટ કરી પાછળ બાંધ્યા હતા અને બેકથી ઓપન રાખ્યા હતા. ફિંગર રિંગ્સથી લુકને કમ્પલીટ કરવામાં આવ્યો હતો. પેપરાજીને જોઇ એશ્વર્યાએ ઘણા પોઝ પણ આપ્યા હતા. રેડ કાર્પેટ પર એશ્વર્યાનો સ્માઇલ સાથેનો લુક હાલ ચાહકો વચ્ચે ચર્ચામાં છે. ચાહકોને એશનો આ લુક ઘણો જ પસંદ આવી રહ્યો છે.

એશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર ઉતરતાની સાથે જ તેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે દુનિયાની સૌથી સુંદર મહિલા છે. એશ્વર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, એશ્વર્યા રાય લગભગ દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપે છે અને દરેક વખતે તે પોતાની સુંદરતાનો ઝંડો લહેરાવે છે. પરંતુ આ વખતે તેણે રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ​​સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, જ્યાં ચાહકોને એશનો લુક પસંદ આવી રહ્યો છે, ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ તેનો મેકઅપ પસંદ નથી કરી રહ્યા. યૂઝર્સનું કહેવું છે કે હવે ઐશ્વર્યા પાસે તે સુંદરતા નથી જે પહેલા હતી. અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચન પિંક સૂટમાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન ખુલ્લા વાળ, મેકઅપ અને પિંક હાઈ હીલ્સમાં ખૂબ જ સુંદર લાગતી હતી. તે ગુલાબી પેન્ટ સૂટ સાથે મેચિંગ લાંબા બેલ્ટમાં જોવા મળી હતી. ઐશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં શેમ્પૂ બ્રાન્ડની મેનેજર ઈવા લોંગોરિયા સાથે જોવા મળી હતી.

17 મેથી 28 મે સુધી ચાલનારા આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં દીપિકા પાદુકોણ અંતરનો ભાગ બની છે. ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન 18 મેના રોજ કરવામાં આવ્યું હતું. દીપિકા પાદુકોણ સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર જોવા મળ્યા હતા. તમન્ના ભાટિયા, ઉર્વશી રૌતેલા, નવાઝુદ્દીન સિદ્દીકી, આર માધવન, એઆર રહેમાન અને પૂજા હેગડે પણ તેમની સાથે દેખાયા હતા.

જણાવી દઇએ કે આ વખતે કાન્સ ફેસ્ટિવલ ભારત માટે ખૂબ જ ખાસ છે. ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. યોગાનુયોગ કાન્સના પણ 75 વર્ષ થઈ રહ્યા છે. ભારત 2022 ‘માર્ચ ડુ ફિલ્મ’ (કાન્સ ફિલ્મ માર્કેટ) માં સન્માનિત દેશ પણ છે. દીપિકા પાદુકોણ 28 મે સુધી ચાલનારા કાન્સ ફેસ્ટિવલમાં ફેસ્ટિવલની જ્યુરીમાં જોડાઈ છે. દીપિકા જે આઠ સભ્યોની કાન્સ સ્પર્ધાની જ્યુરીનો ભાગ છે તે કહે છે કે ભારતે વિશ્વાસ સાથે સ્વદેશી પ્રતિભાને સમર્થન આપવાની જરૂર છે. આ ફેસ્ટિવલ 17મી મેના રોજ શરૂ થયો હતો. આપણે એક દેશ તરીકે લાંબી મજલ કાપવાની છે.

એક ભારતીય તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરવામાં મને ખરેખર ગર્વ છે, પરંતુ જ્યારે આપણે કાન્સના 75 વર્ષ પર પાછા વળીએ છીએ, ત્યારે માત્ર થોડી જ ભારતીય ફિલ્મો અથવા કલાકારો અથવા પ્રતિભાઓ છે જેમણે તેમાં સ્થાન મેળવ્યું છે.ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યા પછી દીપિકા પાદુકોણેએ કહ્યું, મને લાગે છે કે એક રાષ્ટ્ર તરીકે આપણી પાસે સામૂહિક રીતે પ્રતિભા, ક્ષમતા છે અને આપણને ફક્ત વિશ્વાસની જરૂર છે. મને ખરેખર લાગે છે કે એક દિવસ એવો આવશે, જ્યારે ભારતને કાન્સમાં આવવાની જરૂર નહીં પડે, તે ભારતમાં હશે. ભારતીય પેવેલિયનના ઉદ્ઘાટન સમારોહનું PIBની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે.