બૉલીવુડ સેલિબ્રિટીના શ્રેષ્ઠ કપલની વાત કરીએ તો અભિષેક અને ઐશ્વર્યા પણ મોખરે આવે. અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન વર્ષ 2007માં થયા હતા. આ બંનેના લવ મેરેજ હતા. ફિલ્મ ગુરુના સેટ ઉપર જ અભિષેક અને ઐશ્વર્યા એકબીજાના નજીક આવ્યા પહેલા દોસ્તી પછી પ્રેમ અને આખરે બંને એકબીજા સાથે લગ્નના બંધનથી જોડાઈ જ ગયા. પરિવાર પણ આ સંબંધથી ખુશ થયો અને અને તાત્કાલિક લગ્ન પણ કરાવી આપ્યા.
View this post on Instagram
અભિષેક અને ઐશ્વર્યાના લગ્નના ચોથા વર્ષે તેમના ઘરે લક્ષ્મી અવતરી, એક દીકરીનો જન્મ થયો અને નામ રાખ્યું આરાધ્યા. આજે આરાધ્યા પણ 8 વર્ષની થઇ ગઈ છે. અને હવે ઐશ્વર્યા અને અભિષેકના ચાહકો ફરીવાર ઈચ્છા રાખી રહ્યા છે કે તે જલ્દી જ કોઈ નવા અને સારા સમાચાર આપે. જો કે હાલમાં ઐશ્વર્યા અને અભિષેકના આ બાબતે કોઈ પ્લાંનિંગ નથી, પરંતુ પોતાના બીજા બાળક માટે તેમને જ એક જુના ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
View this post on Instagram
જયારે અભિષેક અને ઐશ્વર્યા રાય 2010માં બેબી પ્લાંનિંગ કરી રહ્યા હતા ત્યારે જ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચાને કહ્યું હતું કે: “હું ઈચ્છું છું કે મારા 2 બાળકો હોય, લગભગ આ વિચાર મારા મનમાં આવી રીતે આવ્યો કે અમે બે છીએ, હું અને શ્વેતા દીદી પરંતુ આ બધામાં ઈશ્વરના આશીર્વાદ હોય છે અને આ બધું ક્યારેક તેની જાતે પણ થઇ જાય છે. મને એ વાત નથી સમજમાં આવતી કે જયારે કોઈ કહે છે કે અમે બેબી પ્લાન કરી રહ્યા છીએ, આ વાત અજીબ લાગે છે, હું એ પ્રકારનો માણસ છું કે ના મને આ વાત જાણવી છે કે બીજાના બાળકો ક્યારે થશે અને ના કોઈને એ પૂછવાનો અધિકાર આપવો છે કે હું ક્યારે પિતા બની રહ્યો છું.”
View this post on Instagram
બીજા એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયને પણ જયારે બીજા બેબી માટે પૂછી હતી ત્યારે ઐશ્વર્યાએ કહ્યું હતું કે: “જયારે હું બીજું બેબી પ્લાન કરીશ ત્યારે આ વાત કોઈનાથી છુપાવીશ નહિ, પરંતુ, હું એ સમયે બધાને આ સમાચાર આપીશ, પરંતુ મારી બધાને વિનંતી છે કે પહેલા તમે આ વિષે ના વિચારો , ભગવાને મને આરાધ્યાને આશીર્વાદના રૂપમાં આપી છે. હું તેના માટે ઈશ્વરનો આભાર માનું છું, મા બનવું ખુબ જ સુંદર અનુભવ છે અને હું તેનો અનુભવ કરી રહી છું.”
કેટલાક દિવસો પહેલા જ ઐશ્વર્યા રાયના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં અમિતાભ બચ્ચન, જ્યા બચ્ચન અને આખા પરિવારના બધા જ લોકો નાચતા-ગાતા દેખાયા હતા. ત્યારે હવે ઐશ્વર્યાના બેબી શૉવરની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007માં થયા હતા. ઐશ્વર્યા રાયે વર્ષ 2011માં દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો. આ પહેલા તેનું બેબી શૉવર થયું હતું. તેની તસ્વીરો હાલ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોમાં બચ્ચન પરિવાર સંપૂર્ણ રીતરિવાજ સાથે ઐશ્વર્યાની બેબી શૉવરની બધી જ વિધિઓ પૂરી કરતા દેખાઈ રહ્યો છે. આ તસ્વીરોમાં ઐશ્વર્યાની મા વૃંદા રાય પણ જોવા મળી રહી છે.

પોતાના બેબી શૉવરમાં ઐશ્વર્યા ગોલ્ડન કલરની સાડીમાં દેખાઈ રહી છે, અને સોળે-શણગાર કરીને બેસેલી ઐશ્વર્યા આ તસ્વીરોમાં ખૂબ જ સદર દેખાઈ રહી છે.

વાળમાં ગજરો, ગાળામાં ભારે ઘરેણા અને બંગળીઓ પહેરીને ઐશ્વર્યા કોઈ દુલ્હન જેવી જ દેખાઈ રહી હતી. આ દરમ્યાન તેમની સાથે અભિષેક બચ્ચન ન દેખાઈ રહયા છે. આ તસ્વીરોમાં અભિષેક બચ્ચને મહેંદી રંગનો કુર્તો પહેરેલો છે.

વાયરલ થયેલી એક તસ્વીરોમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયનો ગજરો ઠીક કરતા પણ જોવા મળે છે. ઐશ્વર્યાની મા હાથમાં પૂજાની થાળી લઈને ઉભેલી દેખાઈ રહી છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ ઐશ્વર્યાને આશીર્વાદ આપ્યા હતા. આ તસ્વીરોમાં અમિતાભ બચ્ચન લાલ રંગના કુર્તામાં અને જયા બચ્ચન પીળા રંગની સાડીમાં જોવા મળી રહયા છે.

ઐશ્વર્યાના બેબી શૉવરમાં બોલિવૂડની હસ્તીઓએ પણ હાજરી આપી હતી, ઉર્મિલા માતોંડકર, ટ્વીન્કલ ખન્ના, સોનાલી બેન્દ્રે, માન્યતા દત્ત, રીતુ નંદા, નીતુ કપૂર, નીલમ કોઠારી, માના શેટ્ટી, વૈભવી મર્ચન્ટ, પૂનમ સિંહા, કરણ જોહર હાજર રહયા હતા.

આ પ્રસંગે બાન્દ્રામાં આવેલું બચ્ચન પરિવારનું ઘર ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને ઘણા મહેમાનોએ હાજરી આપી હતી.

અભિષેક બચ્ચન સાથે અચાનક જ સગાઇ થવા બાબતે ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘એને મને પ્રપોઝ કર્યું, એ ખૂબ જ સારો હતો. આ બધું જ અચાનક થયું. મને ખબર ન હતી કે કોઈ રોકા સેરેમની પણ હોય છે. હું સાઉથ ઇન્ડિયન છું તો આ વિશે જાણતી ન હતી. પછી અચાનક જ તેમના ઘરેથી કોલ આવ્યો કે અમે આવી રહયા છીએ.’
આગળ જણાવતા ઐશ્વર્યાએ કહ્યું, ‘અભિષેકે ફોન કરીને કહ્યું, અમે આવી રહયા છીએ અને હું પપ્પાને નથી રોકી શકતો. અમે રસ્તામાં છીએ. અમે તારા ઘરે આવી રહયા છીએ. મને લાગ્યું હે ભગવાન. મારા પપ્પાને કોલ કર્યો હતો અને તેઓ શહેરની બહાર હતા. પરંતુ મા ઘરે જ હતી. તેઓ અમારા ઘરે આવ્યા. એ બધા જ ભાવુક હતા. મને સમજાતું ન હતું કે આ શું થઇ રહ્યું છે.’
અભિષેક બચ્ચન છેલ્લે અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્ઝીયામાં જોવા મળ્યો હતો અને જલ્દી જ એમેઝોન પ્રાઈમની બ્રીધ સીઝન 2માં જોવા મળશે. ઐશ્વર્યા હાલ મણિ રત્નમનાં પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.