બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે મોટાભાગે હોલીડે પર જાતા રહે છે. એવામાં આગળના ગુરુવારે ત્રણેયને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.

અમુક દિવસો પહેલા જ ત્રણે ગોવાથી રજાઓ વિતાવીને પાછા આવ્યા હતા, અને હવે એક વાર ફરીથી તેઓ યાત્રા માટે નીકળ્યા છે. જણાવી દઈએ કે ત્રણે આ વખતે માલદીવની ટ્રીપ માટે નીકળ્યા હતા.

ઐશે પોતાની ટ્રિપની અમુક તસ્વીરો પણ સોશિલ મીડિયામાં શેયર કરી હતી. ઐશ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ગુરુવારે આ કપલને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

આ સમયે અભિષેક બ્લુ જીન્સ અને ગ્રે ટીશર્ટમાં જયારે ઐશ બ્લેક જીન્સ, વ્હાઇટ ટોપ અને શ્રગ પહેરેલી નજરમાં આવી હતી અને દીકરી આરાધ્યા મલ્ટી કલરના ડ્રેસમાં જોવામાં આવી હતી.

ઐશે પુલની પાસેના એક બીચની તસ્વીર શેયર કરી હતી, ફોટો શેયર કરતા ઐશે લખ્યું કે,”Maldives😍.
આગળના વર્ષે તેઓ નવેમ્બરમાં ગોવા હોલીડે માટે ગયા હતા, તે દરમિયાનની તેઓની તસ્વીરો પણ ખુબ જ વાઇરલ થઇ હતી. ઐશે ગોવામાં પોતાના જન્મદિસવની ઉજવણી કરી હતી.
જણાવી દઈએ કે ઐશ પોતાની છેલ્લી ફિલ્મ ‘ફન્ને ખા’ માં નજરમાં આવી હતી, જેમાં તેમણે એક સિંગરની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ફિલ્મમેકર સંજય લીલા ભંસાલી ફેમસ કવિ અને લેખક સાહિર લુધિયાનવીની બાયોપિક બનાવવા જઈ રહ્યા છે.ફિલ્મના લીડ રોલ માટે અભિષેક બચ્ચન અને ઐશનું નામ પણ ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર સંજયે આ જોડીને ફિલ્મ માટે એપ્રોચ કરી છે..
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks