ખબર

ભારતના નીતી આયોગે કર્યો ધડાકો, કોરોનાને લઈને ખોલી દીધું સૌથી મોટું રહસ્ય

કેન્દ્ર સરકારે માન્યુ છે કે કોરોના વાયરસનું સંક્રમણ હવામાં ઝડપથી થઈ રહ્યું છે. નીતી આયોગના સભ્ય વીકે પોલે સોમવારે આ વાત કહી છે. જોકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ કહ્યું કે બીજી લહેર ઓછી ખતરનાક છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું કે ગત વર્ષની કોરોનાની લહેરમાં જેટલા લોકોને ચેપ લાગ્યો તેમાં 30 વર્ષથી ઓછી વયના 31 ટકા લોકો હતા.

આ વખતની લહેરમાં આ ટકાવારી 32 છે. 30 થી 45 વર્ષની વય વચ્ચેની ટકાવારી 21 છે. ગત વર્ષે પણ સંક્રમિતોમાં તેની સંખ્યા ઘણી ઓછી હતી. તેથી સ્પસ્ટ છે કે યુવાનોમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વિશ્વના પ્રમુખ હેલ્થ રિસર્ચ જર્નલ લૈંસેટે દાવો કર્યો હતો કે કોરોના વાયરસ હવાથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસને લઈને અત્યાર સુધી છપાયેલા અલગ-અલગ સ્ટડીનો રિવ્યુ કરીને એક્સપર્ટે પોતાની વાતને સાબિત કરવા માટે ઘણા કારણો પણ રજૂ કર્યા હતા. રિવ્યુના મુખ્ય લેખક ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ત્રિશ ગ્રીનહાલે કહ્યું હતું કે નવા ખુલાસા પછી WHO સહિત બીજી હેલ્થ એજન્સીઓએ વાયરસના ટ્રાન્સમિશન થવાની પરિભાષાને બદલવાની જરૂરિયાત છે. તેમણે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિત જે અન્ય નિયમો બનાવ્યા છે, તે આ વાયરસને રોકવા માટે પુરતા નથી. આ રિવ્યુને યુકે, યુએસએ અને કેનેડાના છ એક્સપર્ટ્સે લખ્યા છે.