ખબર ફિલ્મી દુનિયા

સુશાંત કેસમાં એઇમ્સ દ્વારા થયો ચોંકાવનારો ખુલાસો, હત્યા થઇ નથી પણ….

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને ઘણો સમય વીતી ગયો છે તે છતાં પણ હજુ સુધી એ વાત સામે નહોતી આવી કે તેને આત્મહત્યા કરી છે કે તેનું મર્ડર કરવામાં આવ્યું છે. પરંતુ હવે એઇમ્સના ડોક્ટરોએ એ વાતની પાકી ખાતરી કરી લીધી છે.

Image Source

ફોરેન્સિક રિપોર્ટમાં સુશાંતની હત્યા થઇ હોવાની વાતને ખારીજ કરી દેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે હાલતમાં મૃત્યુ થયું હતું તે જણાવે છે કે સુશાંતે આત્મહત્યા જ કરી હતી. એઇમ્સ દ્વારા સોમવારના રોજ સીબીઆઈને પોતાનો તપાસ રિપોર્ટ કૂપર હોસ્પિટલ દ્વારા કાઢવામાં આવેલા નિષ્કર્ષો સાથે શેર કર્યો હતો.

Image Source

એઇમ્સ પેનલ દ્વારા પોતાની તાપસ પુરી કર્યા બાદ સીબીઆઈને પોતાની ચિકિત્સીય-કાનૂની રાય આપીને ફાઈલ બંધ કરી દીધી છે. મુંબઈ પોલીસે પણ મૂળ રૂપે તેને આત્મહત્યાનો કેસ માનીને તપાસ શરુ કરી હતી. અને હવે એઇમ્સ પેનલે પણ સુશાંતનુ પોસ્ટમોર્ટમ કરવા વાળી હોસ્પિટલની રાય ઉપર પોતાની સહમતી દર્શાવી છે.

Image Source

એઇમ્સના ફાઇનલ રિપોર્ટ બાદ હવે સીબીઆઈ એ મામલાની તાપસ કરશે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી હતી? શું તેને આત્મહત્યા કરવા માટે કોઈએ ઉકસાવ્યો હતો?

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.