ખબર

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ ટાઉનશીપમાં શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ લંપટ શિક્ષકે કર્યું ગંદુ કામ, જેલ ભેગો થયો

અમદાવાદમાં ગુરુ લંપટ શિક્ષકે ગંદી બીભત્સ હરકતો કરી, બે બાળકીઓ સાથે….દરેક વાલીઓ ચેતી જજો આવાથી

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતિઓની સાથે સાથે સગીરાઓ અને વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. હાલમાં અમદાવાદમાંથી આવી ઘટના સામે આવી છે, જેમાં સરખેજમાં ઘરે ટ્યુશન માટે આવતી વિદ્યાર્થિનીઓને અડપલા કરી તેમની છેડતી કરનાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો આ મામલે અત્યાર સુધી બે વિદ્યાર્થિનીઓ ભોગ બની હોવાનું સામે આવ્યું છે, પરંતુ ભોગ બનનાર વિદ્યાર્થિનીઓ વધુ હોવાનું પોલીસ માની રહી છે.

જે આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તમારુ સંતાન સ્કૂલ કે ટ્યુશનમાં જાય તો તેની સાથે શું થાય છે તેની તમને ખબર હોવી જરૂરી છે. જો કે, ઘણા વિદ્યાર્થીઓ તેમના સ્કૂલ-ટયૂશનમાં શું થાય છે તેની જાણ પરિવારને કે માતા-પિતાને નથી કરતા અને એવામાં જો અનીચ્છનીય ઘટના બને તો… એક હેવાન ટ્યૂશન શિક્ષકે બે માસુમ બાળકીઓને અડપલા કરવાનું શરૂ કર્યું હતું અને આ મામલે બાળકીઓએ તેમના માતા પિતાને શિક્ષક દ્વારા બેડ ટચ અને ઈશારાઓ થતા હોવાની જાણ કરી હતી.

જે બાદ પેરેન્ટ્સ દ્વારા પોલીસ ફરિયાદ કરાતા સરખેજ પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શિક્ષકે વધુ બાળકીઓ સાથે પણ આવું કર્યું હોય તેવી પોલીસે શંકા છે. અમદાવાદ એસપી રીંગ રોડ પર આવેલ એક ટાઉનશીપમાં રહેતા આલોક કુમારે મૂળ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને વર્ષ 2018થી પોતાના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવે છે. તેના ઘરે 5થી12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આવે છે. જેમાં ઘણી વિદ્યાર્થીનીઓ છે.

આ વિદ્યાર્થીઓને તો તેના માતા પિતા ભણવા માટે જ મોકલતા પરંતુ શિક્ષણની આડમાં આ શિક્ષક તેમને શિક્ષાના પાઠ ન ભણાવી તેમની સાથે અશ્લીલ ચેન ચાળા કરતો. અલગ-અલગ સમયે બે બાળકીઓ સાથે ગંદી હરકત કર્યા બાદ તે બાળકીઓએ પોતાની સાથે બેડ ટચ અને બેડ બિહેવિયર થયું હોવાની વાત માતા પિતાને કરી અને તે બાદ માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ તો ભોગ બનેલી બે વિદ્યાર્થીનીઓ સામે આવી છે, પણ આ લંપટ શિક્ષકે વધુ કોઇ વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારની હરકત કરી છે કે કેમ તે બાબતને લઇને પણ તપાસ શરૂ કરી છે.