ખબર

કલેકટરનો મહત્વનો નિર્ણય: રાજકોટ આવવા-જવા ઉપર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, આ વાહનોને મળશે મંજૂરી

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો મોટા પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે આજથી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફક્ત દવા અને દૂધની જ દવાઓને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે, હવે એક બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં અમદાવડથી રાજકોટ આવવા અને જવા ઉપર કલેકટર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Image Source

રાજકોટના કલેકટર રેમ્યા મોહને આદેશ આપ્યો છે કે રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાથી રાજકોટ આવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર મેડિકલ સેવાઓને છૂટ આપવામાં આવી છે. એટલે કે એમ્બ્યુલન્સને અવર-જ્વર કરવાની છૂટ આપી છે.

Image Source

અમદાવાદથી રાજકોટની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે હવે સુરતથી રાજકોટ આવવા જવા ઉપર આજે સાંજે નિર્ણય લેવામાં આવશે, રાજકોટના જંગલેશ્વરમાં કોરોનાના કેસ વધારે જોવા મળ્યા છે, અને અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.