અમદાવાદમાં લગ્નની લાલચ આપી મહંતે યુવતિ પર આચર્યુ દુષ્કર્મ, પીડિતાએ પોલીસ સ્ટેશનમાં જઈને એવો ધડાકો કર્યો કે વિશ્વાસ નહિ આવે

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચાર અને સગીરા પર દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવતા રહે છે. અવાર નવાર આવા કિસ્સાઓમાં ફરિયાદ નોંધાતા મામલો સામે આવતો હોય છે. ત્યારે હાલ આવો જ એક મામલો અમદાવામાંથી સામે આવ્યો છે, જેમાં એક મહંતે સગીરા સાથે દુષ્કર્મ આચરતા તેના વિરૂદ્ધ પીડિતાએ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં એ પણ ખુલાસો થયો છે કે આ મહંત અઢી વર્ષથી સગીરાને હવસનો શિકાર બનાવતો હતો. ફરિયાદને આધારે શાહીબાગ પોલિસે ગુનો નોંધી મહંતની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

Image source

જણાવી દઇએ કે, આ મહંત ખ્યાતનામ કબીર આશ્રમમાં ફરજ બજાવતા હતા અને આને જ કારણે આ ઘટના હાઇપ્રોફાઇલ બની ચૂકી છે.યુવતિએ પહેલા તો પરિવારની બદનામી ના થાય તે માટે કોઇને વાત કરી ન હતી પરંતુ મહંતનો ત્રાસ વધતા આખરે આ યુવતિએ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં આ યુવતિ અમદાવાદમાં નરેશના ભાણા સાથે રહી નોકરીની શોધ કરતી હતી.

ત્યારે આરોપીએ તેના ભાણા સાથે લગ્નની લાલચ આપી હતી અને આ સાથે સાથે તેને નોકરી અપાવવાનું પણ વચન આપ્યુ હતુ. તે બાદ આ યુવતિ સાથે તેણે શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદ સગીરા પોતાના પરિવાર પાસે જતી રહી હતી.તે થોડા સમય બાદ પરત અમદાવાદ આવી અને ફરી એકવાર આરોપી તેના સંપર્કમાં આવ્યો અને તેની મરજી વિરૂદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ આખરે યુવતિએ આ મહંત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી. જો કે, આ મહંતની આવી ગંદી હરકત સામે આવતા જ ટોળાએ તેને માર માર્યો હતો. પોલિસે આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ પૂરતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી.

Shah Jina