ખબર

બ્લેક ફંગસથી વધુ ખતરનાક વ્હાઈટ ફંગસે ગુજરાતમાં મારી એન્ટ્રી, અહીંયા નોંધાયો પ્રથમ કેસ

ગુજરાતમાં કોરોનાના કાળા કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે અને મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક હવે વ્હાઇટ ફંગસનો કેસ ગુજરાતમાં પ્રથમ વાર સામે આવ્યો છે. ગુજરાતમાં અને એ પણ અમદાવાદમાં વ્હાઇટ ફંગસનો કેસ નોંધાયો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હાલ તો કોરોના અને તે બાદ મ્યુકોરમાઇકોસિસને કારણે ચિંતાજનક સ્થિતિ હતી અને હવે વ્હાઇટ ફંગસનો પ્રથમ કેસ નોંધાતા વધુ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. બ્લેક ફંગસ બાદ હવે અમદાવાદમાં વ્હાઇટ ફંગસના કેસ જોવા મળ્યા છે.

અમદાવાદની સોલા સિવિલમાં વ્હાઇટ ફંગસના કેસ સામે આવ્યા છે. તબીબો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ફંગસ ડાયાબિટિસ ધરાવતા સ્વસ્થ વ્યક્તિને થઇ શકે છે. આ ફંગસ શરીરના અલગ અલગ ભાગ પર સંક્રમણ ફેલાવે છે. આ બીમારીની સારવાર લેતા વ્યક્તિનુ લીવર ટેસ્ટ સમયસર કરાવવુ જોઇએ.

મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નરેશનુ કહેવુ છે કે, બ્લેક ફંગસ જે છે એ ખાસ કરીને ધૂળમાં મળે છે અને જે લોકો સ્વસ્થ છે તેમને અસર કરી શકતો નથી. એક્સપર્ટ કહે છે કે વ્હાઈટ ફંગસ બીમારી એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક છે. વ્હાઈટ ફંગસ માત્ર અંગ નહીં, પરંતુ તે ફેંફસા અને બ્રેઈનથી લઈને ઘણા અંગો પર અસર કરે છે.

મેડિકલની લેંગ્વેજમાં તેને કૈંડિડા કહે છે. તે બ્લડ સાથે ભળીને બોડીના તમામ અંગ પર અસર કરે છે. તે નખ, ત્વચા, પેટ, કિડની, બ્રેઈન, ગુપ્તાંગ, મોઢું અને ફેંફસાને પણ સંક્રમિત કરે છે. વ્હાઈટ ફંગસના દર્દી કોરોનાથી પણ સંક્રમિત હોય તે જરૂરી નથી. ફેંફસા પર અસર થવાને કારણે તેના લક્ષણો કોરોના જેવા જોવા મળે છે, જેમ કે શ્વાસ ચઢવો.