ખબર

અમદાવાદમાં સ્પા કરાવવા આવતા એક યુવકનો સ્વરૂપવાન યુવતી સાથે પ્રેમ થયો અને છેલ્લે યુવતીએ ઉઠાવ્યું દર્દનાક પગલું

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવતિઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. હાલમાં અમદાવાદમાંથી જ આવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે તેની સાથે સંબંધો બાંધ્યા હતા. લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતીને લગ્નના વાયદા જ મળતાં મનમાં લાગી આવ્યું હતું અને તેણે દવાઓ પી હાથમાં બ્લેડ વડે કાપા માર્યા હતા.આ ઘટનાની જાણ થતા જ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પોલિસે તે બાદ આનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત જોઇએ તો, મૂળ મુંબઇની અને હાલ ઘાટલોડીયામાં રહેતી એક યુવતીના લગ્ન તેના જ સમાજના એક યુવક સાથે થયા હતા. તેને આ લગ્નથી બે સંતાનોને જન્મ પણ આપ્યો હતો, પરંતુ પતિ સાથે અણબનાવને કારણે તેણે છૂટાછેડા લીધા હતા અને તે બાદ તે તેના બંને બાળકો સાથે રહેતી હતી. તે તેના માતા-પિતાના ઘરે મૂકીને અમદાવાદ નોકરી અર્થે આવી હતી. અને આરટીઓ સર્કલ પાસે એક સ્પામાં તેને નોકરી મળી હતી. તે ઘાટલોડીયા ખાતે ભાડાના મકાનમાં રહેતી હતી.

યુવતી જ્યા નોકરી કરતી ત્યાં સ્પા કરાવવા એક હાર્દિક નામનો યુવક ઘણીવાર આવતો હતો. આ દરમ્યાન હાર્દિક સાથે તેને સંપર્ક થયો અને બન્ને એકબીજા સાથે વાતચીત કરતા હતા. થોડા સમયમાં તે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હાર્દિક અને આ મહિલા બંને લીવ ઇન રીલેશનશીપનો કરાર કરાવીને જોડે રહેતા હતા. બાદમાં હાર્દિકે લગ્ન કરવાની લાલચ આપીને ફરિયાદી સાથે અવાર નવાર  સંબંધ બાંધ્યા હતા.

યુવતી ઘાટલોડીયાથી ચાંદલોડીયા ખાતે ભાડાનું મકાન રાખીને રહેવા જતી રહી હતી. ત્યારે રવિવારના રોજ હાર્દિકે તેને ફોન કરીને જોધપુર ચાર રસ્તા ખાતે મળવા બોલાવી અને બાદમાં તેને મનાવીને ચાંદલોડીયા ખાતે તેના રુમ પર ગયો હતો. થોડીવાર પછી પરત હાર્દિક તેના ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસ સવારે હાર્દિક યુવતીના રુમ પર આવીને તેણે કહ્યુ કે, મારા ઘરવાળા આપણા લગ્ન નહીં કરાવે આપડે ઘરવાળાને કહ્યા વગર આવતી કાલે કોર્ટમાં લગ્ન કરી લઇશુ તેમ કહીને દુષ્કર્મ આચર્યુ હતુ.

આ ઉપરાંત સોમવારના રોજ તે રૂમ પર આવ્યો અને તેણે કહ્યુ કે, મારા માતા-પિતા મારા ડોક્યુમેન્ટ આપતા નથી એટલે હવે આપડે કાલે મંદીરમાં જઇને લગ્ન કરીશુ. આવું કહીને તેણે ફરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે સાંજના સમયે ફરિયાદી યુવતીએ હાર્દિકને ફોન કરીને પૂછ્યુ કે હાર્દિક તારે મારી સાથે લગ્ન કરવાના છે કે નહીં. ત્યારે પણ તેણે યુવતિને એવું કહ્યુ કે, આપણે કાલે લગ્ન કરી લઇશુ અને તે બાદ ફોન કટ કરી દીધો.

આ બાબતે યુવતીને મનમાં લાગી આવતા તેણે તાવ-શરદીની 20 દવાઓ પી અને હાથમાં બ્લેડ વડે સાતથી આઠ કાપા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આવું કર્યા બાદ તેણે પોતે પોલિસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને જાણ કરી. જે બાદ પોલીસે તાત્કાલિક યુવતિને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. યુવતીએ આ બાબતે હાર્દિક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.