ખબર

અમદાવાદ : SG હાઇવેની હોટલમાંથી મળી આવી સ્પા ગર્લની લાશ, સાથે આવેલો યુવક ભાગી ગયો ! હત્યા કે આત્મહત્યા….

SG હાઈવેની હોટલમાં ફ્રેન્ડ સાથે 24 વર્ષની સ્પા વાળી છોકરી, હવે છોકરીની લાશ મળી, જાણો સમગ્ર મેટર

Ahmedabad Spa Girl Dead Body Found : ગુજરાતમાંથી (Gujarat) અવાર નવાર હત્યા અને આત્મહત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલા ચકચારી પણ હોય છે. ત્યારે હાલમાં એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી (Ahmedabad) સામે આવ્યો, જેમાં એસ જી હાઇવે (S G highway) પર આવેલી હોટલ ક્રિષ્ના પેલેસ હોટલના (Hotel) રૂમમાંથી એક યુવતીની લાશ મળી આવી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા આ યુવતી એક સ્પામાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યુ.

હાલ તો આ આત્મહત્યાનો મામલો છે કે હત્યાનો તે જાણવા માટે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ ઉપરાંત મૃતક હોટલમાં જે યુવક સાથે આવી હતી તે ફરાર હોવાનું સામે આવ્યુ છે. કેટલાક મીડિયા રીપોર્ટ પ્રમાણે, મૃતક યુવતી એચઆઈવી (HIV) પોઝિટિવ હોવાની વાત પણ ખુલી હતી. આ યુવતી મિઝોરમની હતી અને અહીં સ્પામાં કામ કરતી હતી. તે તેની બહેનપણી અને બે યુવકો સાથે હોટલમાં રોકાઇ હતી. રવિવારે હોટલમાં તેની તબિયત લથડી અને તેનું મોત નિપજ્યુ.

આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ છે કે, આ યુવતીનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું છે. જો કે, યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને રીપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ સામે આવશે. રીપોર્ટ અનુસાર, યુવતી HIV ગ્રસ્ત હોવાથી તણાવમાં રહેતી હતી અને તેના કારણે જ ડ્રગ્સનું પણ સેવન કરતી હોવાનું સામે આવ્યુ છે. પોલીસને આશંકા છે કે યુવતીનું મોત ડ્રગ્સનાં ઓવરડોઝને કારણે થયું છે. આ મામલાને લઇને ઝોન 7ના ડીસીપીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટનાની વધુ તપાસ બોડકદેવ પોલીસ કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

હાલ તો મોતનું કારણ સામે આવ્યા બાદ જ વધારે કાર્યવાહી હાથ ધરાશે. એવું પણ સામે આવ્યુ છે કે આ યુવતી તેના મિત્ર સાથે હોટેલમાં રહેવા માટે આવી હતી અને પોલીસે હોટેલના સીસીટીવી (CCTV) પણ તપાસ્યા હતાં. પોલિસને કંઇક અઘટિત બન્યું હોવાની પણ આશંકા છે. પણ એ દિશામાં હાલ કોઈ પુરાવા મળ્યા નથી.