ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અત્યાચાર અને સગીરાઓ કે યુવતિઓ સાથે દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર પ્રેમમાં ફસાવી નરાધમો સગીરાઓ કે યુવતિઓને પોતાની હવસનો શિકાર બનાવે છે અથવા તો લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા હોય છે.ત્યારે હાલમાં અમદાવાદના કુબેરનગરમાંથી 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. હાલ તો આ આરોપીને પોલિસે ઝડપી પાડ્યો છે. આરોપીએ 2 બહેનોને પ્રેમજાળમાં ફસાવી હતી અને 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી નીરવ ભંડેરીએ દીકરીની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. 36 વર્ષિય આરોપીએ 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી તેના કપડા વગરના ફોટો પાડી તેને બ્લેકમેઇલ કરી 5 લાખની માગણી કરતો હતો. જો કે, પૈસા નહીં આપતા સગીરા સાથે દુષ્કર્મ આચરીને તેનું શોષણ કરતો હતો. આ ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા તેઓએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી નીરવ ભંડેરીની ધરપકડ કરી અને જેલના હવાલે કર્યો હતો.
આરોપી નીરવે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી. તે ચાંદખેડામાં રહે છે. અને પરિણીત પણ છે. તે એક સંતાનનો પિતા પણ છે. વર્ષ 2019માં સગીરાની માતા શૂટિંગમાં બ્યુટીશન તરીકે કામ કરતી હતી. ત્યારે સગીરાની માતા આરોપીના સંપર્કમાં આવી હતી, આ દરમિયાન આરોપીએ ધર્મની બહેન બનાવીને ઘરે અવર જવર શરૂ કરી અને પછી સગીરાની મોટી બહેનને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પરંતુ માતાએ ના પાડતા આરોપીએ ઘરે જઈને તોફાન કર્યું હતું અને ત્યાર બાદ ફરિયાદીની 14 વર્ષની નાની દીકરીને ટાર્ગેટ કરીને પ્રેમ સંબધ બનાવ્યા હતા

અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અનેતે બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે અવારનવાર બહાર લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહત્વનું છે કે, 14 વર્ષની સગીરા અને આરોપી નીરવ મેસેજમાં અશ્લીલ વાતો કરતો અને ફોટો જોતો હતો, જે માતાએ પણ જોઈ લેતા સગીરાને ઠપકો આપ્યો હતો. આરોપીએ સગીરાને પામવા તેના સાવકા પિતા છેડતી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં આરોપી નિરવનો ભાંડો ફૂટતા તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.