મનોરંજન

40 ની ઉંમરમાં પણ સ્ટાઈલીશ લાગે છે બી-ટાઉનની આ 5 હસીનાઓ, તસ્વીરો જોઈને ચોંકી જશો

બોલીવુડમાં જ્યારે ફેશન અને સ્ટાઈલની વાત થાય છે, તો સૌથી પહેલા દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, સોનમ કપૂર અને આલિયા ભટ્ટનું નામ આવે છે. પણ શું તમે જાણો છો કે અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેઓ ઉમરદાયક હોવા છતાં પણ ફેશન અને સ્ટાઇલિશથી એ સાબિત કરી દીધું કે ‘Age is just a number’. એવામાં આજે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ 40 ની ઉમરમા પણ લોકોના દિલોમાં રાજ કરી રહી છે.

1. મલાઈકા અરોરા:

46 ની ઉંમરમાં પણ 26 ની જોવા મળતી મલાઈકા અરોરા ગ્લમેર દુનિયાની નવી નવેલી અભિનેત્રી જેવી લાગે છે. મલાઈકાએ આ તસ્વીરમાં Maneka Harisinghani ની ડિઝાઇન કરેલો બ્લેક શીર ડ્રેસ પહેરી રાખ્યો છે જેમાં તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

2. રવીના ટંડન:

NADINE DHODY ની ડિઝાઇન કરેલા પિન્ક ફેસર બૉડીકૉન ડ્રેસમાં રવીનાને જોઈને એ ન કહી શકાય કે તેની ઉંમર 40 ને પણ પાર છે. 45 વર્ષની રવીના ટૉન મેકઅપ, વર્મિલિયન લિપકલર અને ખુલ્લા વાળની સાથે તે આજે પણ 25 ની ઉંમરની જ દેખાય છે.

3. શિલ્પા શેટ્ટી:


શિલ્પા શેટ્ટીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એવી તસ્વીરો જોવા મળી જશે, જેમાં તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ નામુમકીન છે. 45 વર્ષની શિલ્પા શેટ્ટી પેન્ટશૂટથી લઈને એથલીટબિંગ અને સાડીઓ સુધી તે જે કઈ પણ પહેરે છે તેની ફેશન સ્પષ્ટ દેખાઈ આવે છે.

4. સુષ્મિતા સેન:


ફેમસ ડિઝાઈનર નીતા લુલ્લાની ડિઝાઈન કરેલી બ્લેક શેર સાડીમાં સુષ્મિતા સેન કોઈપણ ઍંગલથી 44 વર્ષની નથી લાગતી. સુષ્મિતાએ લાઈટ મેકઅપની સાથે ખુલ્લા વાળ અને ગળામાં પર્લ ચોકર સુષ્મિતા સેનના લુકને આકર્ષક બનાવવામાં કઈ ખામી નથી આપતું.

5. ઐશ્વર્યા રાય બચ્ચન:

46 વર્ષની ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશાથી જ પોતાના ડ્રેસિંગ સેન્સ અને ફેશન સ્ટાઇલને લીધે દુનિયાભરમાં ઘણી મહિલાઓ માટે ફેશન આઇકોન રહી છે. ઐશ્વર્યા દરેક લુકમાં શાનદાર જ લાગે છે.