મનોરંજન

બોલીવુડની આ 10 જોડીઓ જે પોતાના કરતા મોટા ઉમરના સાથે પરણ્યા, એક જોડી તો માં-દીકરા જેવી છે

ફિલ્મોના સિવાય દર્શકોમાં કલાકારોના રિલેશનશિપને લઈને પણ ખુબ ઉત્સાહ જોવા મળે છે. આજે અમે તમને બોલીવુડની એવી જોડીઓ વિશે જણાવીશું જેઓની ઉંમરમાં ઘણું અંતર છે, છતાં પણ એકબીજા સાથે લગ્ન કરીને સુખી જીવન વિતાવી રહ્યા છે.

Image Source

1. આમિર ખાન અને કિરણ રાવ:

21 વર્ષની ઉંમરમાં આમિર ખાને રીના દત્તા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. બંન્નેના છૂટાછેડા પછી આમિરે પોતાની અસિસ્ટેન્ટ ડાયરેક્ટર કિરણ રાવ સાથ લગ્ન કર્યા હતા, બંન્નેની ઉમરમાં 10 વર્ષનું અંતર છે.

Image Source

2. શાહિદ કપૂર અને મીરા કપૂર:

શાહિદ-મીરાની જોડી બોલીવુડમાં સૌથી ફેમસ જોડીઓમાંની એક છે. કરીના કપૂર સાથેના બ્રેકઅપ પછી શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા, બંન્નેની ઉંમરમાં 14 વર્ષનું અંતર છે.

Image Source

3. દિલીપ કુમાર અને સાયરા બાનું:

એક સમયે દિલીપકુમાર મધુબાલા સાથે રિલેશનમાં હતા પણ બંન્ને એક થઇ શક્યા ન હતા. જ્યારે સાયરા બાનું 12 વર્ષની ઉંમરથી જ દિલીપ કુમારને પ્રેમ કરતી હતી. બંન્ને એક ફિલ્મ દરમિયાન મળ્યા હતા અને પ્રેમ કરવા લાગ્યા હતા અને લગ્ન કર્યા. બંન્નેની ઉંમરમાં 22 વર્ષનું અંતર છે.

Image Source

4. પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ:

હરમન બાવેજા અને શાહિદ કપૂર જેવા અભિનેતાઓ સાથે પોતાનું નામ જોડાયા પછી પ્રિયંકાએ અમેરિકી પૉપ સિંગર અને અભિનેતા નિક જૉનસ સાથે લગ્ન કર્યા છે બંન્નેની ઉમરમાં 10 વર્ષનું અંતર છે.

Image Source

5. સૈફ અલી ખાન અને કરીના કપૂર:

સૈફ અલી ખાને 21 વર્ષની ઉંમરમાં જ પોતાનાથી 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના છૂટાછેડા થયા જેના પછી સૈફનાં જીવનમાં કરીના કપૂર આવી અને બંન્નેએ લગ્ન કર્યા. કરીના કપૂર ઉંમરમાં સૈફ કરતા 12 વર્ષ નાની છે.

Image Source

6. રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયા:

એક સમયે રાજેશ ખન્ના દરેક છોકરીઓના દિલ પર રાજ કરતા હતા. 31 વર્ષના રાજેશે તે સમયમાં 16 વર્ષની ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા. છૂટાછેડા પછી પણ બંન્ને એકબીજાના મિત્રો બનીને રહેતા હતા.

Image Source

7. મિલિન્દ સોનમ અને અંકિતા કૉંવર:

90 ના દશકના સમયથી મિલિન્દ દરેક કોઈના ફેવરિટ રહ્યા છે. વર્ષ 2018 માં મિલિંદે પોતાનાથી 25 વર્ષ નાની અસમની રહેનારી અંકિતા કૉંવર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

8. સંજય દત્ત અને માન્યતા દત્ત:

80 અને 90 ના દશકમાં સંજય દત્ત સૌથી ચર્ચિત અભિનેતા હતા. બે વાર લગ્ન કરી ચૂકેલા સંજયે માન્યતા સાથે ત્રીજી વાર લગ્ન કર્યા હતા. બંન્નેની ઉંમરમાં 20 વર્ષનું અંતર છે.

Image Source

9. કબિર બેદી અને પરવીન દુસાંઝ:

કબીર બેદી આગળના પાંચ દશકોથી બોલીવુડમાં કામ કરી રહ્યા છે. કબીરે પહેલા લગ્ન પ્રતિમા ગૌરી સાથે કર્યા હતા અને તેની દીકરી પૂજા બેદી છે. પ્રતિમા સાથેના છૂટાછેડા પછી કબીરને પરવીન દુસાંઝ સાથે પ્રેમ થઇ ગયો હતો. 70 વર્ષના કબીરે 39 વર્ષની પરવીન સાથે લગ્ન કર્યા હતા અને બંન્ને પોતાના લગ્નથી ખુશ છે.

Image Source

10. કિશોર કુમાર અને લીના ચંદવરકર:

કિશોર કુમાર બોલીવુડના ખાસ ગાયકોમાંના એક છે. કિશોર કુમારે પહેલા લગ્ન રૂમ ગુહઠાકુર્તા સાથે કર્યા હતા, જેની સાથેના છૂટાછેડા પછી કિશોર કુમારે મધુબાલા સાથે લગ્ન કર્યા હતા. જેના પછી ત્રીજી વાર કિશોર કુમારે યોગીતા બાલી સાથે લગ્ન કર્યા અને તેની સાથેના પણ છૂટાછેડા પછી કિશોર કુમારે ચોથી વાર લગ્ન પોતાનાથી 10 વર્ષ નાની લીના ચંદવરકર સાથે કર્યા હતા.