ખબર

અફઘાની છોકરીએ જણાવી તાલિબાનની ગંદી કરતૂત, ખોલી એવી સચ્ચાઈ કે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે

અફઘાની આ યુવતીએ તાલિબાનનું સૌથી ગંદુ સિક્રેટ ખોલી દીધું, નબળા કે નાજુક હૃદય વાળા લોકો ન વાંચે…

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો જમાવી લેવામાં આવ્યો છે. ત્યારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પણ દેશ છોડીને પહેલાથી જ ભાગી ગયા છે, આવા સમયમાં દેશની અંદર લોકોની હાલત ખુબ જ ભયાનક બની ગઈ છે. આ બધા વચ્ચે જ મહિલાઓમાં પણ એક અજીબ ડર પણ ઘુસી ગયો છે. ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીનો ખૌફ કેટલો ખતરનાક છે તેના વિશેની હકીકત ભારતમાં રહેવા વાળી બે અફઘાન મહિલાઓએ જણાવી હતી.

દિલ્હીના ભોગલમાં અફઘાન મૂળના ઘણા લોકો રહે છે. ત્યાં અરફા પણ રહે છે જે અફઘાનિસ્તાનના મઝાર એ શરીફની રહેવા વાળી છે. આજતક સાથેની વાતચીતમાં અરફા કહે છે કે, “તાલિબાન ભલે કહી રહ્યું હોય કે મહિલાઓને આઝાદી હશે. તેમની સાથે અત્યાચાર નહીં થાય, પરંતુ પહેલાના તાલિબાની રાજમાં બધાએ જોયું છે કે મહિલાઓ સાથે શું થયું હતું.

તેને જણાવ્યું કે, “તે સમયે મહિલાઓ અને તેમાં પણ ખાસકરીને યુવાન છોકરીઓ સાથે બહુ જ અત્યાચાર થતા હતા. તે સમયે તાલિબાનના લડાકુ આવતા હતા, છોકરીઓને ઉઠાવતા હતા, બળજબરીથી લગ્ન કરતા હતા, ખોટા કામ કરતા અને છોડી દેતા હતા. જેના બાદ કોઈપણ મહિલાને તેમની ઉપર વિશ્વાસ નથી રહ્યો.

અરફાનું કહેવું છે કે તેમના પરિવારવાળા સાથે વાત થઇ છે. ત્યાં બધી જ મહિલાઓ ડરેલી છે. કોઈપણ ઘરમાંથી નીકળી નથી રહ્યું. ફક્ત ઘરડી મહિલાઓ જ નીકળી રહી છે. અને તે પણ કોઈની સાથે. અરફા કહે છે કે તાલિબાની રાજ દરમિયાન તાલિબાની રાજ ફરી આવવું મહિલાઓ માટે કોઈ ગંદા સપના કરતા જરા પણ કમ નથી. તે આના માટે પાકિસ્તાનને જવાબદાર માને છે.

અરફા એકલી જ નથી જેને અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના પરિવારની મહિલાઓની ચિંતા છે. તેના સિવાય પણ ઘણા અફઘાનીઓના મનમાં આજ ચિંતા છે. અન્ય એક મહિલાનું કહેવું છે કે અશરફ ગણીએ ગનીએ તેમના દેશને વેચી દીધો છે.