જ્યોતિષ શાસ્ત્ર

એક કાચબો કેવી રીતે બદલી શકે છે તમારું ભાગ્ય, જાણો આ 5 ફેંગશુઈ ઉપાય – ફાયદાકારક માહિતી વાંચો

તમે ફેંગશુઈ ઉપાય વિશે જરૂર સાંભળ્યું હશે અને વાંચ્યું પણ હશે, પણ ઘણીવાર સુખ શાંતિના સમાધાન એટલા મોટા અને મુશ્કિલ હોય છે કે ઇચ્છવા છતાં પણ આપણે આ ઉપાય નથી કરી શકતા. માટે ઘરની સમૃદ્ધિને વધારવા માટે એક નાનો એવો ઉપાય અમે તમારા માટે લાવ્યા છીએ.

Image Source

તમે ઘણા લોકોના ઘરમાં મેટલ કે ચિનાઈ માટીના બનેલો કાચબો સજાવટ સ્વરૂપે રાખેલો જોયો હશે અને તમને જણાવી દઈએ કે આ નાનો એવો કાચબો ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં ઘણુ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. આવો તો જાણીએ આ પ્રકારના આસાન વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ ઉપાય જેનાથી તમે પણ પોતાના ઘરોમાં ખુશીઓનું આગમન કરી શકો છો.

1. ત્રણ લીલા છોડને માટીના વાસણમાં ઘરની અંદર પૂર્વ દિશામાં રાખો. ધ્યાન રાખો કે આ છોડ કાંટાવાળા બિલકુલ ન હોવા જોઈએ. કાંટાવાળા છોડ ઘરમાં રાખવા ફેંગશુઈ ઉપાયના અનુસાર ખુબ જ અશુભ હોય છે.

2.વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પૂર્વોત્તર કોણમાં તળાવ, ફુવારો કે પછી જળસ્ત્રોત શુભ હોય છે. ફેંગશુઈ ઉપાયના અનુસાર, પાણીનો પ્રવાહ ઘરની તરફ હોવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.

Image Source

3. ઘરના સદસ્યોની દીર્ઘાયુ માટે સ્ફટિકનો બનેલો એક કાચબો ઘરમાં પૂર્વ દિશામાં રાખો. ફેંગશુઈ ઉપાયના અનુસાર મેટલ કે ચિનાઈ માટીનો કાચબો પણ ધન સંપત્તિની અડચણોને દૂર કરે છે.

4. ફેંગશુઈ ઉપાયના અનુસાર પૂર્વ દીશામાં માટીના એક નાના પાત્રમાં નિમક ભરીને રાખો, તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે, પણ ધ્યાન રાખો કે દરેક ચોવીસ કલાક પછી નિમકને બદલી નાખો.

5. જો તમારી ખુદની ઓફિસ છે તો તમારા ઓફિસમાં પૂર્વ દિશામાં લાકડાના બનેલા એક ડ્રેગનની મૂર્તિ રાખો, આ ફેંગશુઈ ઉપાયથી ઉર્જા તેમજ ઉત્સાહ પ્રાપ્ત થાશે.

ફેંગશુઈ ટીપ્સ: સૂતેલી કિસ્મત પણ જગાડી શકે છે, પહેરો કાચબાની વીંટી… જાણો વીંટી પહેરવાના નિયમો!!!

વાસ્તુ શાસ્ત્રમાં કાચબાની આકૃતિ અને અંગૂઠીને ખૂબ જ શુભ માનવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કાચબાને જો તમારા ઘરમાં રાખવામાં આવે તો ઘરની બધી નકારાત્મક શક્તિઓનો તેનાથી નાશ થાય છે.

Image Source

1. કાચબો રાખવાથી વાસ્તુદોષ પણ સમાપ્ત થાય છે. અને તે ધનમાં બરકત અપાવવાનો સારો સ્રોત માનવામાં આવે છે.

2. આ ધન અને સદ્ભાગ્ય બંનેમાં પણ વધારો કરે છે. કાચબાની આકૃતિ રાખવા માટે ઘરની ઉત્તર દિશા સૌથી શુભ માને છે. પરંતુ બધા નહી કેટલાક કાચબા એવી ધાતુના હોય છે જેને ઘરમાં રાખવાથી જ આધ્યાત્મિક લાભ થવાનો શરૂ થાય છે.

3. પીઠ ઉપર કાચબાનું બચ્ચું:
એક એવો કાચબો જેની પીઠ ઉપર કાચબાનું બચ્ચું હોય. તેને ઘરમાં રાખવાથી સંતાન પ્રાપ્તિ માટે તે ખાસ કારાગાર સાબિત થાય છે. જે દંપતિ આ સુખથી વંચિત હોત, તે આવા કાચબાની મુર્તિ લાવશે તો જરૂર લાભ થશે.

Image Source

4. મોટાભાગના લોકો ગુડલક મેળવવા માટે જ્યોતિષનો સહારો લે છે. જેમ કે તે કોઈ રત્ન અથવા માળા ધારણ કરે છે. એક એવી પણ રિંગ છે, જેને લોકો ગુડલક માટે પહેરે છે. આને જ્યોતિષ અને વાસ્તુ બંનેનો ભાગ માનવામાં આવે છે. એ છે કાચબાની અંગૂઠી.

5. કાચબાની અંગૂઠીની અસર એટલી માનવામાં આવે છે કે આ દુર્ભાગ્યેને પણ ભાગ્યમાં બદલાવવાની શક્તિ તેમાં રહેલી છે. પરંતુ તે પહેરવા માટે કેટલાક નિયમો પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

6.કાચબાની વીંટીને હાથની મધ્યમ એટલે કે મધ્યમાં આંગળીમાં પહેરવી જોઈએ. તેને ધારણ કરવા માટે સૌથી શુભ દિવસ શુક્રવાર માનવામાં આવે છે કારણ કે તે સમૃદ્ધિનું પણ ચિહ્ન છે.

Image Source

7. હાથમાં પહેરવાની વીંટી એવી હોવી જોઈએ જેમાં કે કાચબાનું માથું તમારા તફર રહે. ધ્યાન રાખો કે કાચબાનું મુખ બહારની દિશામાં ન હોવું જોઈએ નહીતર તેની નકારાત્મક અસર થાય છે.

8. તેને શુક્રવારના દિવસે ધારણ કરવા માટે ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિની આગળ રાખો અને દૂધ અને પાણીથી તેને ધોઈને પવિત્ર કરો અને પછી તેની પૂજા કરો અને અંતમાં તેને ધારણ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks