ખબર

ટ્રાવેલ કંપનીની જાહેરાત, અમેરિકામાં ટુરિઝમ પેકેજ સાથે લગાડો કોરોના વેક્સીન, વિવાદ બાદ આપવી પડી સફાઈ

હાલ કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. દુનિયાના ઘણા દેશમાં કોરોના વેક્સિનની ટ્રાયલ અંતિમ ચરણમાં છે. હવે વેકસીન વિતરણની તૈયારી કરી રહી છે. લોકોમાં પણ વેક્સીનને લઈને ઉત્સુકતા વધી રહી છે. આ વચ્ચે મુંબઈની એક ટ્રાવેલ એજન્સીએ સોમવારે એક જાહેરાત બહાર પાડી હતી જે વાયરલ થઇ રહી છે. કંપનીએ એક ટુર પેકેજનો દાવો કર્યો છે. જેમાં કોવીડ વેક્સીન પણ શામેલ કરવામાં આવી છે. પરંતુ જયારે આ ચર્ચા શરૂ થઇ ત્યારે વિવાદ થયો અને કંપનીએ સફાઈ આપી હતી. આ ટુરનું નામ ‘વેક્સિન ટૂરિઝમ’ રાખવામાં આવ્યું છે.

Image source

મુંબઈની એક ટ્રાવેલ કંપનીએ કોરોનાની રસી માટે એક ઓફર લાવી છે કે, લોકો અમેરિકામાં જઈને આ વેક્સીન લગાવી શકો અને ચાર દિવસ રોકાઈ પણ શકો છો. આ માટે તમારે ફક્ત તેને રૂ. 1.75 લાખના રૂપિયા ચૂકવવા પડશે. કંપની ઈ-મેલ, મોબાઈલ, વય, કોઈ શારીરિક સમસ્યા અને પાસપોર્ટ કોપી સાથે રજિસ્ટ્રેશન જ કરી રહ્યા છીએ. બાકીનું બધું જ કામ અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટની અધિકૃત મંજૂરી અનુસાર થશે.

Image source

જો કે, જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે કંપનીએ સ્પષ્ટતા કરી કે  ફક્ત નોંધણી કરવામાં આવી રહી છે, રસીની તારીખ નિશ્ચિત નથી. બાદમાં નવી જાહેરાતમાં કંપનીએ યુ.એસ.માં રસી વિતરણની પ્રક્રિયા વિશે સમજાવ્યું હતું. જેમાં આરોગ્ય કાર્યકર, ત્યારબાદ બીમાર વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અંતે ડોઝ હોસ્પિટલોમાં વેચાણ તરીકે ઉપલબ્ધ થશે.

Image source

કંપનીએ સફાઈ આપતા કહ્યું હતું કે, અમારી પાસે રસી નથી. અમે અમેરિકાના નિયમો અનુસાર રસી આપીશું. કંપનીએ એમ પણ કહ્યું હતું કે અમે અત્યારે કોઈની પાસેથી પૈસા નથી લઈ રહ્યા. ફક્ત નોંધણી શરૂ કરવામાં આવી છે. પરંતુ અમારી જાહેરાત ખોટી રીતે લેવામાં આવી હતી.