મનોરંજન

શ્વેતા અગ્રવાલ સાથે લગ્નના બંધનમાં બંધાશે આદિત્ય નારાયણ, કરવા ચોથના દિવસે જ થઈ સગાઈ, PHOTOS વાયરલ

શ્વેતા અગ્રવાલ સાથે મંદિરમાં લગ્ન કરશે આદિત્ય નારાયણ, જણાવ્યું હનીમૂનમાં ક્યાં જશે ફરવા

ગાયક અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ પણ હવે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે, તેની શ્વેતા અગ્રવાલ સાથે કરવા ચોથના દિવસે જ સગાઈ થઇ ગઈ છે. આદિત્યની રોકા સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image Source

આદિત્યે આવતા મહિનાના અંતમાં પોતાના લગ્નની જાહેરાત કરી છે. આદિત્ય અને શ્વેતા છેલ્લા 10 વર્ષથી રિલેશનમાં હતા. આદિત્યએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે લગ્નની તૈયારીઓ કરવા જઈ રહ્યો છે.

Image Source

રોકા સેરેમનીની તસવીરો સામે આવી છે. તેને આદિત્યે શેર નથી કરી. આ તસ્વીરોને તેના પિતા ઉદિત નારાયણના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. આ તસ્વીરની અંદર આદિત્યના પિતા ઉદિત નારાયણ અને તેની મા દેખાઈ રહ્યા છે. જયારે શ્વેતા તરફથી તેનો પરિવાર જોવા મળી રહ્યો છે. આદિત્ય અને શ્વેતા ખુબ જ પ્રેમાળ લાગી રહ્યા છે. આદિત્યના હાથમાં નારિયેળ છે. જયારે શ્વેતાના હાથમાં શુકનની થાળી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Udit Narayan Alka yagnik ❤😘 (@melodyking.queen_uditji_alkaji) on

એક દિવસ પહેલા આદિત્યએ પોતાની પોસ્ટમાં થવા વાળી પત્ની શ્વેતા અગ્રવાલ માટે પણ પ્રેમ બતાવ્યો હતો. તેને ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે: “અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ, હું બહુ જ ખુશનસીબ છું કે મને શ્વેતા અને મારી એકમાત્ર સાથી 11 વર્ષ પહેલા મળી અને અમે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અમે બંને ખુબ જ અંગત લોકો છીએ અને માનીએ છીએ કે અંગત જીવન રાખવું ખુબ જ સારું છે. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયા ઉપરથી બ્રેક લઇ રહ્યો છું. ડિસેમ્બરમાં મળીશ.”

 

View this post on Instagram

 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial) on

આદિત્યના પિતા અને જાણીતા ગાયક ઉદિત નારાયણ પોતાના એકમાત્ર દીકરાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યૂની અંદર તેમને આ લગ્નને લઈને ઘણી ઈચ્છાઓ જાહેર કરી હતી. સાથે જ એમ પણ જણાવ્યું હતું કે તેમને પોતાના દીકરા આદિત્યને લગ્ન પહેલા શું સલાહ આપી. તેમને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતાના દીકરાના લગ્ન ધૂમધામથી કરવા માંગે છે. પરંતુ કોરોનાને જોતા એ સંભવ નથી. તેમને જણાવ્યું કે ખુબ જ ઓછા લોકોની સાથે તે મુંબઈના એક મંદિરમાં લગ્ન કરાવશે. જેમાં કેટલાક ખાસ અને નજીકના લોકોને જ આમંત્રિત કરવામાં આવશે.

આદિત્યએ પોતાના હનીમૂન વિશે જણાવતા કહ્યું હતું કે જો બધું જ યોગ્ય રહ્યું તો તે કાશ્મીર, ગુલમર્ગમાં હનીમૂન માણવા માટે જશે.