ખબર મનોરંજન

આદિત્ય નારાયણ પોતાના લગ્ન બાદ આ જગ્યાએ મનાવી રહ્યો છે હનીમૂન, દિલ ખુશ થઇ જશે, જુઓ વીડિયો

Wow..!! 7 સુંદર તસ્વીરો જોને નેહા કક્કર પણ ચોંકી જશે…હનીમૂનની બ્યુટીફૂલ તસ્વીરો આવી સામે

બોલીવુડમાંથી આ વર્ષે ઘણી ખુશ ખબરીઓ મળી. ઘણી અભિનેત્રીઓ પ્રેગ્નેટ થઇ ગઈ તો ઘણા કલાકારો લગ્નના બંધનમાં બંધાઈ ગયા. એવા જ એક બોલીવુડના પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ પણ લગ્નના બંધનમાં બધાઈ ગયો હતો, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી હતી.

આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલ સાથે ખુબ જ સાદાઈથી મુંબઈના ઇસ્કોન મંદિરમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ આદિત્ય પોતાની પત્ની સાથે કાશ્મીરમાં હનીમૂન માણી રહ્યો છે જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.


આદિત્ય અને શ્વેતાએ પોતાના હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ચાહકો સાથે શેર કરી હતી જે ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

આ તસવીરો શેર કરવાની સાથે જ આદિત્યએ કેપશનમાં લખ્યું છે, “સૂર્યાસ્ત, શાંતિ, શ્વેતા અને શિકારા, છે ને ખુબ જ સુંદર નજારો ?” આ તસ્વીરની અંદર આદિત્ય અને શ્વેતા ડલ ઝીલની અંદર હોડીનો આંનદ માણતા જોઈ શકાય છે.

આ ઉપરાંત શ્વેતા અને આદિત્ય કાશ્મીરની ગલીઓમાં પણ સમય વિતાવતા જોવા મળી રહ્યા છે. તસ્વીરોમાં બંને ખુબ જ ખુશ દેખાય છે. આદિત્ય પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા દ્વારા પોતાની તસવીરો શેર કરતો રહે છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.