બોલીવુડના ખ્યાતનામ ગાયક ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ ગઈકાલે એટલે કે 1 ડિસેમ્બરના રોજ પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નના બંધને બંધાઈ ગયો, તેના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે.

શ્વેતા અને આદિત્યએ ખુબ જ સાદગીથી લગ્ન કર્યા. તેમના લગ્ન મંદિરમાં થયા, જેની અંદર માત્ર 50 લોકો જ સામેલ હતા. તો આજે એટલે કે 2 ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવશે. જેમાં ઘણા નામી ફિલ્મી સિતારાઓ આવવાની આશા સેવાઈ રહી છે.
આદિત્યના લગ્નની તસવીરો અને ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે ત્યારે એક તસ્વીરની અંદર આદિત્ય આંખ મારતા પણ જોવા મળી રહ્યો છે. તેની સાથે તેની પત્ની શ્વેતા પણ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે.

લગ્નમાં આદિત્યે ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. શેરવાની સાથે તેને ગળાની અંદર લીલા રંગની માળા પણ પહેરી હતી અને ચશ્મા પણ પહેર્યા હતા. તો શ્વેતાએ ઓફ વ્હાઇટ રંગનો લહેંગો પહેર્યો હતો જેની સાથે તેને ગુલાબી રંગની શૉલ પણ સાથે રાખી હતી.

સામે આવેલી તસ્વીરોમાં વર-કન્યા એકબીજા સાથે ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે. આદિત્યએ પોતાની પત્ની શ્વેતાનો હાથ ખુબ જ પ્રેમથી પકડી રાખ્યો છે.

તો બીજી એક તસ્વીરમાં આદિત્ય પોતાના ખાસ મિત્રો સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે. જેની તસ્વીર પણ વાયરલ થઇ હતી.

પોતાની પ્રેમિકા જ પોતાની પત્ની બની જવાના કારણે આદિત્ય વધારે પડતો ખુશ નજર આવે છે અને તેની આ ખુશી તેના ચહેરા ઉપર તસ્વીરોમાં જોઈ શકાય છે.

આદિત્યના પિતા ઉદિત નારાયણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તે પોતાના દીકરાના લગ્ન ખુબ જ ધામધૂમથી કરવા માંગતા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે એ સંભવ ના થઇ શક્યું. જો કે તે પોતાના દીકરાના રિસેપશનમાં કોઈ કસર છોડવા નથી માંગતા.

લગ્નના મંડપમાં શ્વેતા સાથે આદિત્ય લગ્નના સાત ફેરા ફર્યો હતો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

ઉદિત નારાયણે પોતાના દીકરાના રિસેપશનમાં કઈ કઈ મોટી હસ્તીઓને આમંત્રણ આપશે તેના વિશે પણ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. તેમને પીએમ મોદી, અમિતાભ બચ્ચન, શત્રુજ્ઞ સિંહા, ધર્મેન્દ્ર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને માધુરી દીક્ષિતને આમંત્રણ મોકલ્યું છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસ જોતા કોણ આ પ્રસંગમાં સામેલ થાય છે તે જોવું રહ્યું.

3 નવેમ્બરના રોજ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની જાહેરાત કરી હતી. તેને પોતાની પોસ્ટની અંદર લખ્યું હતું કે: “અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. હું સૌથી ભાગ્યશાળી છું.”