ખબર ફિલ્મી દુનિયા

ઐશ્વર્યા રાયથી લઈને મલાઈકા અરોરાએ સ્ટાઈલિશ બનવાના ચક્કરમાં પહેરી લીધા હતા એવા કપડાં, ફેન્સ પણ થઇ ગયા હતા નારાજ

ફેશનના નામ એશ્વર્યાથી લઈને મલાઈકા ભાભીએ પહેરી લીધા એવા કપડાં, જોતા જ ફેન્સનો ગુસ્સો ફાટ્યો

ભારતમાં ફેશનને લઈને સૌથી વધુ બી ટાઉન સેલેબ્સને ફોલો કરવામાં આવે છે. સ્ટાઈલની આ સ્પર્ધામાં એક્ટ્રેસેસ દુનિયાની સૌથી મોટી બ્રાન્ડથી લઈને નવમા નવી ડિઝાઇનની આઉટિફટ ટ્રાઈ કરતી નજરે આવી રહી છે. આ માટે તે બોલ્ડ ફેશનને ફોલો કરતા પણ અચકાતી નથી. ઘણી વાર આ એક્ટ્રેસના કપડાં એટલા રિસ્કી હોય છે કે જોઈને લાગે છે કે તે આ કપડાંને કેવી રીતે મેનેજ કરી શકે છે. તો ઘણી વાર એક્ટ્રેસને આ બોલ્ડનેસને કારણે ટ્રોલિંગ અને લોકોના ગુસ્સાનો શિકાર પણ થાય છે. ઐશ્વર્યા રાયથી લઈને મલાઈકા અરોરા અને તારા સુતરીયા સુધી આ વસ્તુ થઇ ચુકી છે.

આવો જાણીએ એ બૉલીવુડ એક્ટ્રેસ વિષે.
1.ઉર્વશી રૌતેલા

Image source

ઉર્વશીને પણ આવા જ આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી. તેણે એક ઇવેન્ટ માટે બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ગાઉન પહેર્યું હતું. તેની એક બાજુ લાંબી ટેલ ડિઝાઇન હતી, અને બીજી બાજુ વેસ્ટ સુધી સ્લીટ હતું. આ લુકને ઉર્વશીએ હાઈ હીલ્સ, બન્સ, ગ્લોસી મેકઅપ અને લાંબી ઇયરિંગ્સ સાથે પૂર્ણ કર્યો હતો. એક્ટ્રેસનો આ અંદાજ લોકોને પસંદ આવ્યો ના હતો. જેને લઈને ફેન્સે ઘણી નેગેટિવ કમેન્ટ કરી હતી.

2.ઐશ્વર્યા રાય

Image source

ઐશ્વર્યા રાય બચ્ચને આ ડ્રેસને કાન્સ ફેસ્ટિવલમાં પહેર્યો હશે તેને કેટલા વર્ષ થઇ ગયા હશે પરંતુ હજુ પણ લોકો તેને ભૂલી શક્યા નથી. ખુબસુરતી અને એલિગન્સ માટે જાણીતી આ એક્ટ્રેસએ જયારે નીતા લુલ્લાના બેકલેસ અને પ્લેઝિંગ નેકલાઇન ડ્રેસ વિથ હોલ કટ આઉટ ડિઝાઇનમાં જોવા મળ્યો હતો. તો ફેન્સ તરત જ નારાજ થઇ ગયા હતા. આ રિવલિંગ ડ્રેસની એટલી ચર્ચા થઇ હતી કે, આ બાદ કયારે પણ એશને આટલા બોલ્ડ કપડામાં જોઈ નથી.

3.પ્રિયંકા ચોપરા

Image source

અમેરિકા ગયા બાદ પ્રિયંકા ચોપડા માટે બોલ્ડ ફેશન સામાન્ય બની ગઈ છે. જો કે, ગ્રેમી એવોર્ડ્સ દરમિયાન તેનો લુક જોઈને ફેન્સ ભયભીત થઈ ગયા. અભિનેત્રીએ રાલ્ફ અને રુસો દ્વારા ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું, જેમાં નેવલ સુધી પ્લાઝિંગ નેકલાઇન હતી, ટૂલ ફેબ્રિકની સાથે સ્ટીચ કરીને આ જગ્યા પર રાખવામાં આવી હતી.. આ વિન્ટેજ સ્ટાઇલ ડ્રેસમાં લોન્ગ ફ્રિજીજ, કફ્તાન સ્ટાઇલ સ્લીવ્સ અને એમ્બ્રોડરી ટ્રેન અને ફ્રન્ટ સ્લીટ પણ હતી.

4.મલાઈકા અરોરા

Image source

મલાઈકા અરોરા પણ તે એક્ટ્રેસ પૈકી એક છે જે બોલ્ડ અને રિસ્કી કપડામાં જોવા મળે છે. મલાઈકા એટલી આત્મ વિશ્વાસ અને સ્ટાઇલ સાથે જોવા મળે છે જે બીજી એક્ટ્રેસ માટે આસાન નથી. એક એવોર્ડ શો દરમિયાન આ એક્ટ્રેસ Aadnevikનું ડિઝાઇન કરેલું ડીપ નેકલાઇન કટ ગાઉન પહેરીને પહોંચી હતી.આ આઉટફિટની આગળ બોલ્ડ શબ્દ પણ ટૂંકો પડતો હતો.હદથી વધારે સેક્સી નેકલાઇન સાથે સી-થ્રુ મટીરીયલનો ઉપયોગ અને થાઈ હાઈ સ્લીટ ડિઝાઇન લુકને હોટ બનાવી રહી હતી. આ લુકને ફેશન લવર્સનો પ્રેમ તો મળ્યો પરંતુ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

5.તારા સુતારીયા

Image source

ડેબ્યુ સાથે જ તેની ખુબસુરતીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર તારા સુતરીયા તે સમયે લોકોના નિશાના પર આવી ગઈ હતી જયારે તેને પાર્ટી માટે ડેરિંગ વાળો ડ્રેસ પસંદ કર્યો હતો.આ એક્ટ્રેસે બ્લેક કલરનું ટ્યુબ ટોપ, સ્લિટ ડિઝાઇન સાથે મિની સ્કર્ટ અને પ્રિન્ટેડ બ્લેઝર લુકમાં જોવા મળી હતી. આ લૂક બોલ્ડનેસની તમામ હદ પાર કરતા જોવા મળ્યો હતો. તેના પર કરેલું કામ અને જોડાયેલ લેસ કાપડને ગ્લેમરની સાથે જબરદસ્ત ટીઝિંગ ઇફેક્ટ બનાવવા માટે બતાવવામાં આવ્યું હતું.

6.નુસરત ભરૂચા

Image source

બોલ્ડ, હોટ, સેક્સી …આ બધા શબ્દો નુસરતના આ લુક સામે ઓછું લાગે છે. એક કાર્યક્રમમાં ભાગ લેનારી આ અભિનેત્રીએ લીલા રંગનું વન શોલ્ડર ગાઉન પહેર્યું હતું. જેની સાઈડમાં અપર વેસ્ટ સુધી સ્લીટ આપવામાં આવી હતી. ડ્રેસના બંને પાર્ટને લેધર બેલ્ટથી જોડવામાં આવ્યા હતા. સ્લીટને કારણે નુસરતની વેસ્ટ લાઈન પર બનેલું ટેટુ પણ જોઈ શકાતું હતું. નુસરત ભરૂચાના આ લુકની ચર્ચા કરવામાં આવી હતી.