મનોરંજન

પ્રિયંકા, માધુરી સહીત આ અભિનેત્રીના પણ દિલ આવ્યા છે વિદેશીઓ પર, 5 નંબર તો હતી દરેકના દિલની ધડકન

બોલિવૂડની એવી ઘણી અભિનેત્રી છે કે જેને બોલીવૂડના જ કોઈ અભિનેતા સાથે લગ્ન કર્યા છે કે કોઈ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. પણ બોલિવૂડમાં એવી અભિનેત્રીઓ પણ છે કે જેમનું દિલ વિદેશીઓ પર આવી ગયું અને એ વિદેશી સાથે લગ્ન કરીને તેમને પતિ બનાવી લીધા છે. તો આજે એવી જ હિન્દી સિનેમાની અભિનેત્રી વિશે આજે વાત કરીશું

1 – સેલિના જેટલી 

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલી એક પ્રસિદ્ધ અભિનેત્રી રહી ચુકી છે, સેલિના જેટલીને વર્ષ 2001માં ફેમિના મિસ વર્લ્ડનો તાજ પણ પહેરાવવામાં આવ્યો હતો અને વર્ષ 2011માં સેલિના જેટલીને દુબઈના જાણીતા બિઝનેસમેન પીટર હગ સાથે લગ્ન કર્યા હતા. સેલિનાને આ લગ્નથી બે જુડવા બાળકો પણ છે.

2 – પ્રિયંકા ચોપરા 

વર્ષ 2018ના બહુ ચર્ચિત લગ્નોમાંથી એક પ્રિયંકા ચોપરાના લગ્ન પણ હતા. પ્રિયંકાએ પોતાનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હવે પ્રિયંકા અમેરિકામાં નિક સાથે રહે છે. સોશિયલ મીડિયા પર તે તેના પતિ સાથેની તસવીરો સતત શેર કરતી રહે છે.

3 – રાધિકા આપ્ટે

વેબ સિરીઝ અને ફિલ્મોમાં પોતાની છાપ છોડી જનાર રાધિકા આપ્ટેના મોટાભાગના ચાહકોને એ નથી ખબર કે એ પરિણીત છે. રાધિકા આપ્ટે ઇન્ડસ્ટ્રીમાં આવી એ પહેલાથી જ પરિણીત છે. તેને વર્ષ 2012માં યુકે બેસ્ડ મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કરી લીધા હતા.

4 – પ્રીતિ ઝિન્ટા 

બોલિવૂડની સારી સારી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ હિન્દી, તમિલ, તેલુગુ, ઈંગ્લીશ,

પંજાબી ભાષાની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો લોકોને દીવાના બનાવી દીધા હતા. પ્રીતિ ઝિન્ટાએ પણ વર્ષ 2016માં પોતાના બોયફ્રેન્ડ જેને ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા.

5 – માધુરી દીક્ષિત 

બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતને લાખો-કરોડો ભારતીય લોકો ચાહતા હતા. પણ માધુરી દીક્ષિતની દિલ તો એક વિદેશી ડોક્ટર પર ફિદા થઇ ગયું અને વર્ષ 1999માં માધુરી દીક્ષિતે ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા.

6 – લિસા રે 

લિસા રેને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં તેમના સારા સાભિનય માટે અને કેન્સરને માત આપવા માટે પણ પ્રસિદ્ધ છે. તેને કેલિફોર્નિયાના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેસન ડેહની સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી તેમને બે ટ્વીન્સ દીકરીઓ પણ છે.

7 – લિસા હેડન 

હાઉસફુલ 3, ક્વીન અને આયેશા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર અભિનેત્રી લીઝા હેડને વર્ષ 2016માં બ્રિટિશના મૂળ બિઝનેસમેન ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ તેમને એક દીકરાને જન્મ આપ્યો હતો.

8 – શ્રિયા શરણ 

અજય દેવગનની ફિલ્મ દ્રિશ્યમમાં તેમની પત્નીનું પાત્ર ભજવનાર અભિનેત્રી શ્રિયા શરણે ગયા વર્ષે જ પોતાના રશિયન બોયફ્રેન્ડ અનડ્રેઈ કોશચીવ સાથે રાજસ્થાનમાં એક પેલેસમાં લગ્ન કર્યા હતા. તે સાઉથ ભારતની ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી છે.

9 – આશકા ગોરડિયા 

ટેલિવિઝન અભિનેત્રી આશકા ગોરડિયાએ ગયા વર્ષે જ પોતાના વિદેશી બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબ્લે સાથે લગ્ન કરી લીધા હતા. આ બંનેએ હિન્દૂ અને ક્રિશ્ચિયન રીત-રિવાજથી લગ્ન કર્યા હતા. બ્રેન્ટ બિઝનેસમેન અને વેપન ઇન્સ્ટ્રકટર છે.