મનોરંજન

અંબાણી પરિવારની પુત્રવધૂ બનતા પહેલા ટીના અંબાણી દેખાતી હતી આવી, જન્મદિવસ પર જુઓ ન જોઈ હોવી એવી તસ્વીરો

અભિનેત્રી ટીના અંબાણી હવે ફિલ્મોથી દૂર પોતાના લગ્ન જીવનમાં અને પરિવાર સાથે વ્યસ્ત છે. ટીનાએ વર્ષ 1978માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી, તે ‘રોકી’, ‘કર્જ’, ‘સૌતન’, ‘દેસ-પરદેસ’ અને સુહાગ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

Image Source

ફિલ્મો કરવાથી લઈને ફિલ્મોને તિલાંજલિ આપ્યા સુધીમાં તેમના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. 11 ફેબ્રુઆરીના રોજ ટીના અંબાણીનો 63મો જન્મદિવસ છે. ત્યારે આ દિવસે તમને જણાવીએ તેમના વિશે કેટલીક વાતો અને તેમની કેટલીક પહેલા ન જોઈ હોય એવી તસ્વીરો –

Image Source

વર્ષ 1975માં ‘ફેમિના ટીન પ્રિન્સેસ’નું બિરુદ જીતીને ટીનાએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 21 વર્ષની ઉંમરે તેણે ફિલ્મ ‘દેસ પરદેસ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 1978 માં રિલીઝ થઈ હતી.

Image Source

વર્ષ 1981માં સુનીલ દત્તે પુત્ર સંજય દત્તને રોકી ફિલ્મથી લોન્ચ કર્યો. આ ફિલ્મમાં સંજય દત્તની અપોઝિટ ટીના હતી. આ ફિલ્મ ટીનાની કારકિર્દીની સફળ ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મ તેની કારકિર્દીની શરૂઆતમાં ટીના માટે ખૂબ મહત્વની સાબિત થઈ.

Image Source

80ના દાયકામાં ટીનાએ રાજેશ ખન્ના સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી. બંનેએ લગભગ 10 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેમાંની મોટા ભાગની ફિલ્મો હિટ સાબિત થઇ હતી.

Image Source

વર્ષ 1991માં, ટીનાએ દેશના મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા અને ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ. એવું કહેવામાં આવે છે કે અંબાણી પરિવારને ટીનાનું ફિલ્મ જગતમાં કામ કરવાનું પસંદ ન હતું.

Image Source

અનિલ અંબાણી અને ટીનાની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. બંને એક પાર્ટીમાં મળ્યા હતા. જ્યાં અનિલ અંબાણી ટીના અંબાણી પર પહેલી જ નજરમાં ફિદા થઇ ગયા હતા.

Image Source

આ પછી, બંને એકવાર અમેરિકામાં મળ્યા. શરૂઆતમાં, અંબાણી પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો પરંતુ બંનેનો પ્રેમ જોઈને અંતે તેઓ સંમત થઈ ગયા.

Image Source

હવે ટીના અંબાણી પતિ અનિલ અંબાણીને બિઝનેસમાં સાથ આપે છે. તેમના બે યુવાન દીકરા પણ છે. ટીના અંબાણી અવારનવાર કોઈને કોઈ ફંક્શનમાં દેખા દેતી રહે છે.

Image Source

ટીના અંબાણી મુંબઈમાં આવેલી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલની ચેરપર્સન પણ છે. એક ગુજરાતી જૈન પરિવારમાં ટીના મુનીમ તરીકે જન્મેલી ટીના હવે દેશના પ્રતિષ્ઠિત અંબાણી પરિવારની પુત્રવધુ છે અને જય અનમોલ અને જય અંશુલ નામના બે દીકરાની માતા પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.