મનોરંજન

આ અભિનેતાના કારણે આજે 50 વર્ષની ઉંમરમાં પણ કુંવારી છે અભિનેત્રી તબ્બુ, ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે જીવન

બોલીવુડની અભિનેત્રી તબ્બુ આજે પોતાનો 50મોં જન્મ દિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 4 નવેમ્બર 1970ના રોજ થયો હતો. તબ્બુનો પરિવાર પણ ફિલ્મો સાથે જોડાયેલો હતો જેના કારણે તેનું ફિલ્મોમાં આવવું નક્કી જ હતું.

Image Source

ફિલ્મોમાં તેને ખુબ સફળતા મેળવી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આટ આટલી ફિલ્મોમાં સફળતા મેળવ્યા છતાં પણ તબ્બુ આજે કુંવારી છે. તબ્બુએ અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા તેનો જવાબ તેને એક ઇન્ટરવ્યૂમાં જ આપ્યો હતો. ચાલો આજે તેના જન્મ દિવસ ઉપર તેના જીવન વિશેની કેટલીક અજાણી વાતો જાણીએ.

Image Source

1980થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી તબ્બુએ પોતાના કેરિયરમાં અલગ અલગ પ્રકારના પાત્રો નિભાવ્યા અને પ્રખ્યાત બની ગઈ. પોતાનો પરિવાર પણ ફિલ્મો સાથે જોડાયેલો હોવાના કારણે તબ્બુની બાળપણથી જ ફિલ્મો તરફ રુચિ રહી હતી.

Image Source

ધીમે ધીમે તે એકપછી એક ફિલ્મોમાં પગથિયાં ચઢતી ગઈ. તેને બોલીવુડમાં લાવવાનો શ્રેય દેવ આનંદને જાય છે. જેમને પોતાની ફિલ્મ “હમ નૌજવાન”માં તબ્બુને મોકો આપ્યો. એ સમયે તબ્બુ ફક્ત 14 વર્ષની જ હતી અને આટલી નાની ઉમંરમાં તેને ફિલ્મમાં એક દુષ્કર્મ પીડિતાનું પાત્ર નિભાવ્યું. ત્યારબાદ તબ્બુએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

Image Source

તબ્બુએ પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. ઉંમરના આ પડાવમાં પહોંચીને પણ તબ્બુ આજે કુંવારી છે. અને હાલમાં તબ્બુનો પરણવાનો પણ કોઈ ઈરાદો નથી.

Image Source

થોડા સમય પહેલા જ આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર તબ્બુએ પોતાના સિંગલ રહેવાનું કારણ જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે આજે તે સિંગલ છે તો ફક્ત અજય દેવગનના કારણે. આ ખુલાસો ચોંકાવનારો હતો.

Image Source

તબ્બુએ કહ્યું હતું કે: “અમારો કાકાનો છોકરો સમીર આર્યા અને અજય દેવગન પાડોશી હતા. આ બંને મારા ઉપર નજર રાખતા હતા અને ફોલો કરતા હતા. જો કોઈ છોકરો મારી આસપાસ પણ દેખાતો તો બંને મળીને તેને મારતા. એજ કારણે આજે હું સિંગલ છું અને તેનું કારણ ફક્ત અજય છે.”

Image Source

તબ્બુએ આગળ  જણાવ્યું હતું કે: “હું તેને કહેતી કે તે મારા માટે લગ્ન લાયક છોકરો શોધી આપે, પરંતુ તેને ના શોધ્યો. મને આશા છે કે તેને આ વાતનો અફસોસ અત્યારે જરૂર થતો હશે. મારો અને અજયનો સંબંધ એટલા માટે સ્ટ્રોંગ છે કે અમે બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અજય બહુ જ પ્રોટેક્ટિવ છે. જયારે તે આસપાસ હોય છે ત્યારે કોઈપણ વ્યક્તિ ચિંતામુક્ત બની જાય છે. અમારો સંબંધ ખુબ જ અલગ છે.”