મનોરંજન

હવે આવી દેખાય છે ‘રામ તેરી ગંગા મૈલી’ની મંદાકિની, ક્યારેક પોતાની બોલ્ડ અદાઓથી બનાવ્યા હતા દીવાના

અભિનેત્રી મંદાકિનીને વર્ષ 1985 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ના કિરદાર દ્વારા આજે પણ યાદ કરવામાં આવે છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં જ મંદાકિનીએ પોતાની બોલ્ડ અદાઓથી લોકોને દીવાના બનાવી દીધા હતા. એક સમયે લોકોને દીવાના કરનારની મંદાકિની આજે લાઇમલાઈટથી દૂર જીવન વિતાવી રહી છે. આજે અમે તમને અભિનેત્રી મંદાકિની વિશે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું.

મંદાકિનીનું સાચું નામ ‘યાસ્મિન જૉસેફ’ છે, અને તેનો જન્મ વર્ષ 1969 માં 30 જુલાઈના રોજ મેરઠમાં થયો હતો. મંદાકિનીનું નામ આવતા જ દરેકના મનમાં સફેદ સાડી લપેટેલી અને નદીમાં ન્હાતી છબી નજરમાં આવે છે.

તેની આ ફિલ્મના ગીતો આજે પણ લોકપ્રિય છે અને ફિલ્મ ખુબ જ હિટ રહી હતી. ફિલ્મમાં ગંગાએ પહાડમાં રહેનારી એક માસુમ યુવતીનો કિરદાર નિભાવ્યો હતો જેને શહેરના યુવક સાથે પ્રેમ થઇ જાય છે. ડાયરેક્ટર રાજ કપૂરે આ ફિલ્મ માટે પહેલા અભિનેત્રી ડિમ્પલ કપાડિયાને સાઈન કરી હતી અને ઓડિશન પણ આપ્યું હતુ.

Image Source

જેના પછી મંદાકિનીના ઓડિશન પછી તેને આ ફિલ્મમાં લેવામાં આવી હતી ત્યારે રાજ કપૂરે મંદકાનીનું નામ યાસ્મિન જૉસેફ માંથી બદલાવીને મંદાકિની રાખી દીધું હતું. આ ફિલ્મમાં નિભાવેલા પોતાના બોલ્ડ સીન વિશે મંદાકિનીએ ક્યારેય દિલ ખોલીને વાત નથી કરી.

Image Source

વર્ષ 1986 માં ફિલ્મ ‘આગ ઔર શોલા’ની ડબિંગ દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેને આ સીનને લઈને કોઈ પછતાવો છે? જવાબમાં મંદાકિનીએ કહ્યું કે, રાજ કપૂરને કોઈ સીન કરવાની ના કેવી રીતે કહી શકાય!

Image Source

જો કે એક ઇન્ટરવ્યૂમાં મંદાકિનીએ કહ્યું હતું કે,”મને તે સીન કરવાને લીધે ક્યારેય પણ પછતાવો નહીં થાય. મારા ચાહકો મને આ બાબતથી વધારે યાદ કરે છે. અમુક લોકો સારી રીતે યાદ કરે છે, તો અમુક મજાક પણ ઉડાવે છે. પણ હું ખુશ છું કે મને તે સીનને લીધે લોકો પ્રેમ તો કરે છે. ખાસ વાત એ છે કે તે સમયના બેસ્ટ ફિલ્મમેકર શ્રી રાજ કપૂરજી સાથે મને કામ કરવાનો મૌકો મળ્યો.

Image Source

મંદાકિની પોતાની સુંદરતાના સિવાય અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે કથિત સંબંધોને લીધે પણ ઓળખવામાં આવે છે. લોકોનું કહેવું હતું કે મંદાકિની દાઉદની પ્રેમિકા છે પણ મંદાકિનીનું કહેવું હતું કે અમે માત્ર સારા એવા મિત્રો જ છીએ. વર્ષ 2005 માં મંદાકિનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ભારતની બહાર દુબઈમાં શો કરવા ગઈ હતી ત્યારે તેની મુલાકાત દાઉદ સાથે થઇ હતી, અને તે એક ફિલ્મ સ્ટારની જેમ જ તેને મળી હતી. જેના પછી એ અફવાઓ આવવા લાગી હતી કે દાઉદ અને મંદાકિની બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Image Source

લોકોનું એવું પણ માનવું હતું કે મંદાકિનીને ફિલ્મોમાં કામ પણ દાઉદને લીધે જ મળે છે, જો કે અમુક સમય પછી બદનામીને લીધે મંદાકિનીને કામ મળવાનું પણ બંધ થઇ ગયું.

Image Source

વર્ષ 1985 માં ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરનારી મંદાકીનીની કારકિર્દી વર્ષ 1996 માં ખતમ થઇ ગઈ હતી. મંદાકિનીએ વર્ષ 1990 માં ડૉ.કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન પણ કરી લીધા હતા.

Image Source

ઠાકુર વર્ષ 1970 થી 1980 માં મર્ફી રેડિયોના પ્રિન્ટની જાહેરાતમાં જોવા મળતા હતા. બંન્નેની એક દીકરી અને એક દીકરો પણ છે. જો કે મંદાકિની સાથેના લગ્ન પહેલા ઘણા સમય સુધી કાગ્યુર બૌદ્ધ ભિક્ષુ બનીને રહ્યા હતા. તે દલાઈ લામા અને તિબ્બતના સમર્થક છે.

Image Source

હાલ મંદાકિની પોતાના બાળકો અને પતિ સાથે મુંબઈના અંધેરી રોડ સ્થિત પોતાના ઘરે સામાન્ય જીવન વિતાવી રહી છે. મંદાકિની પોતાના પતી સાથે મળીને એક તિબ્બતી ઔષધિ સેન્ટર ચલાવે છે. મંદાકિની યોગા પણ શીખડાવે છે. એક જમામાની આ સુંદર અદાકારા આજે સામાન્ય યુવતીની જેમ જીવન વિતાવી રહી છે.