મનોરંજન

સુપરસ્ટાર અને મોટા બિઝનેસમેન સાથે લગ્ન કરીને ફિલ્મોથી દૂર થઇ ગઈ આ 7 અભિનેત્રીઓ, જાણો હવે શું કરી રહી છે

આ 7 રૂપનો અંબાર અભિનેત્રીઓ સફળતાનો સ્વાદ ચાખીને દૂર થઇ ગઈ, જાણો અત્યારે કેવી દેખાય છે

7બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે જેના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું, પણ કારકિર્દીના શિખર પર પહોંચતા જ તેઓએ લગ્ન કરી લીધા અને હંમેશા માટે બોલીવુડથી દુરી બનાવી લીધી. આવો તો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે અને હાલ તેઓ શું કરી રહી છે.

Image Source

1. સંગીતા બિજલાની:
વર્ષ 1996 માં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અજહરુદીન સાથે લગ્ન કર્યા પછી સંગીતા ફિલ્મોથી દૂર થઇ ગઈ હતી જો કે મૂક વર્ષો પછી તે પતિથી અલગ પણ થઇ ગઈ હતી. સંગીતાએ વર્ષ 1988 માં ફિલ્મ કાતિલ દ્વારા ડેબ્યુ કર્યું હતું. એક સમયે સંગીતાનું નામ સલમાન ખાન સાથે પણ જોડાયુ હતું. હાલ સંગીતા એકલી જ પોતાનું જીવન વ્યતીત કરી રહી છે.

Image Source

2. આસીન શર્મા:
ફિલ્મ ગજનીમાં દમદાર અભિનય કરનારી આસીન શર્માએ માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કરીને ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. જો કે આસીન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે. બંન્નેની ક્યૂટ દીકરી પણ છે.

Image Source

3. નમ્રતા શિરોડકર:
નમ્રતા પણ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા પછી ફરીથી ફિલ્લોમાં આવી જ નહિ. નમ્રતાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે પોતાના પરિવાર સાથે સુખી જીવન વિતાવી રહી છે.

Image Source

4. ગાયત્રી જોશી:
શાહરુખ ખાનની સાથે ફિલ્મ સ્વદેશમાં દમદાર અભિનય કરનારી ગાયત્રીએ વર્ષ 2005 માં વિકાસ ઓબેરોય સાથે લગ્ન કરીને હંમેશાને માટે બોલીવુડથી દુરી બનાવી લીધી હતી.

Image Source

5. ઈશા કોપીકર:
ફિઝા, પ્યાર ઇશ્ક ઔર મહોબ્બત, દિલ કા રિશ્તા, ક્યાં કુલ હૈ હમ, ક્રિષ્ના કોટેજ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી ઈશા કોપીકરે વર્ષ 2009 માં ટીમ્મી નારંગ સાથે લગ્ન કર્યા હતા.જેના પછી તેણે ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી અને પરિવારમાં વ્યસ્ત થઇ ગઈ હતી. જો કે તે અમુક મરાઠી ફિલ્મોમાં જોવા મળી હતી. ઈશા કોપીકર નચ બલિયે-3 માં જજ રહી ચુકી છે.

Image Source

6. ટ્વીન્કલ ખન્ના:
વર્ષ 2001 માં અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા પછી ટ્વીન્કલ હંમેશાને માટે બોલીવુડથી દૂર ચાલી ગઈ. જો કે ફિલ્મોથી દૂર તે પોતાના બાળકોની દેખરેખમાં લાગેલી છે. આ સિવાય ટ્વીન્કલ ફિલ્મ પ્રોડ્યુસર, રાઇરર અને ઇન્ટિરિયર ડિઝાઈનર છે.

Image Source

7. મીનાક્ષી શેષાદ્રી:
વર્ષ 1983 માં ફિલ્મ પેન્ટર બાબુ સાથે ડેબ્યુ કરનારી મીનાક્ષીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મીનાક્ષીએ વર્ષ 1995 માં બેન્કર હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા હતા અને અમેરિકા સેટલ થઇ ગઈ હતી.