બ્રેકીંગ ન્યુઝ : ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર, વધુ એક પોપ્યુલર એક્ટ્રેસનું હાર્ટ એટેકને કારણે નિધન !

‘ઉડાન’ ફેમ એક્ટ્રેસએ દુનિયાને કહ્યુ અલવિદા, હાર્ટ એટેકને કારણે અભિનેત્રીનું નિધન

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી કવિતા ચૌધરીનું નિધન થયું છે. અભિનેત્રીનું હાર્ટ એટેકથી નિધન થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. હાર્ટ એટેક બાદ અભિનેત્રીને અમૃતસરની પવિત્રા દેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરેકને અપેક્ષા હતી કે તે ઘરે પરત ફરશે, પરંતુ તેમ થયું નહીં.

‘ઉડાન’ ફેમ એક્ટ્રેસ કવિતા ચૌધરીનું નિધન

16 ફેબ્રુઆરીએ તેમના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો. અભિનેત્રી સીરિયલ ‘ઉડાન’માં IPS ઓફિસર કલ્યાણી સિંહનો રોલ પ્લે કરી ઘરે-ઘરે લોકપ્રિય બની હતી. ટેલિવિઝન દર્શકો માટે ખૂબ જ ભારે દિવસ સાબિત થયો. 67 વર્ષની ઉંમરે પોપ્યુલર અભિનેત્રી-નિર્માતા કવિતા ચૌધરીએ દુનિયાને અલવિદા કહી દીધું. તે કેન્સરથી પીડિત હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.

ચાહકો આઘાતમાં, લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

અભિનેત્રીના નિધનની ખબરે ચાહકોને આઘાતમાં મૂકી દીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અભિનેત્રીની નજીકની મિત્ર સુચિત્રા વર્માએ કહ્યું- ગયા વર્ષે જ્યારે હું તેમને મળી ત્યારે તેમણે મને કીમોથેરાપી વિશે જણાવ્યું હતું. તેમનું દર્દ પણ ચહેરા પર સ્પષ્ટ નજર આવતુ હતુ. આજે હું ખૂબ જ ખરાબ અનુભવી રહી છું કારણ કે મને તેમને ફરીથી મળવાનો મોકો ના મળ્યો. જણાવી દઇએ કે, કવિતાએ ‘ઉડાન’માં આઈપીએસ ઓફિસર કલ્યાણી સિંહનું પાત્ર ભજવ્યુ હતુ,

‘ઉડાન’ મોટી બહેનની સફર પર આધારિત 

‘ઉડાન’ તેમની મોટી બહેન કંચન ચૌધરીની સફર પર આધારિત હતી, જે કિરણ બેદી પછી બીજા આઈપીએસ અધિકારી બન્યા હતા. તેમણે શોનું લેખન અને દિગ્દર્શન બંને કર્યું. આ ઉપરાત તેમણે ‘યોર ઓનર’ અને ‘આઈપીએસ ડાયરીઝ’ જેવા શો પણ કર્યા હતા. શો ઉપરાંત, કવિતા 80-90ના દાયકાની લોકપ્રિય Surf જાહેરાતમાં લલિતાજીની ભૂમિકા ભજવવા માટે પણ જાણીતા છે.

Shah Jina