કરિયાણાની દુકાન પર પત્ની માટે ગુલ્ફી ખરીદતો જોવા મળ્યો KGF સ્ટાર યશ, સુપરસ્ટારની સાદગીના કાયલ થયા ચાહકો

યશે કરિયાણાની દુકાન પર જઇ પત્ની રાધિકા માટે ખરીદી ગુલ્ફી, સુપરસ્ટારની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો- રોકી ભાઇનો આ અંદાજ ચાહકોને બનાવી રહ્યો છે દીવાના

KGF સ્ટાર યશના લાખો લોકો દીવાના છે. પરંતુ સાઉથનો આ સુપરસ્ટાર માત્ર પડદા પર તેની સારી એક્ટિંગ માટે જ પ્રખ્યાત નથી, લોકો તેના અભિનયની સાથે સાથે તેની સાદગીને પણ પસંદ કરે છે. એક્ટરની સાદગી જ તેને અન્ય કલાકારોથી અલગ બનાવે છે. હાલમાં કંઇક એવું જોવા મળ્યુ, જેના દ્વારા અભિનેતાએ સાબિત કર્યું કે તેને ખૂબ જ સાદું જીવન જીવવું ગમે છે.

‘KGF’ સ્ટારનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કરિયાણાની દુકાનમાંથી ખરીદી કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે. લોકો તેની સાદગીને એટલી પસંદ કરી રહ્યા છે કે તેઓ તેના વખાણ કરતા થાકતા નથી. એવું નથી કે તમે દરરોજ કોઈ સુપરસ્ટારને સ્થાનિક સ્ટોરમાં ખરીદી કરતા જોશો.

કન્નડ સુપરસ્ટાર યશ આ મામલે સાવ વિરુદ્ધ છે. હાલમાં જ તે કરિયાણાની દુકાનમાં પત્ની રાધિકા માટે ગુલ્ફી ખરીદતો જોવા મળ્યો હતો. લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવતા યશનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. અભિનેતા યશે તાજેતરમાં જ તેના પરિવાર સાથે શિરાલીના ભટકલમાં ત્રિપુરા મઠ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં ચાહકોએ તેને સ્થાનિક કરિયાણાની દુકાનની બહાર જોયો, જ્યાં યશ તેની પત્ની રાધિકા માટે આઈસ કેન્ડી ખરીદી રહ્યો હતો.

યશને આ માટે દેશભરના ચાહકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી રહી છે. ‘KGF’ અને ‘KGF ચેપ્ટર 2’ની બ્લોકબસ્ટર સફળતા બાદ યશ ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને શાહરૂખ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે, જો કે નિર્માતાઓએ હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina