ખરાબ રીતે ફસાયો બિગ બોસ ઓટીટી 2 વિનર અને યૂટયૂબર એલ્વિશ યાદવ, રેવ પાર્ટીમાં થઇ રહ્યો હતો કોબરાના ઝહેરનો ઉપયોગ, FSL રિપોર્ટમાં ખુલાસો

એલ્વિશ યાદવની વધશે મુશ્કેલીઓ, FSL રિપોર્ટમાં ખુલાસો, રેવ પાર્ટીમાં થતો હતો સાપોના ઝહેરનો ઉપયોગ

બિગ બોસ OTT 2 વિનર અને યુટ્યુબર એલ્વિશ યાદવ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે. ગત વર્ષે યુટ્યુબર સાપનું ઝેર સપ્લાય કરવા અને રેવ પાર્ટીનું આયોજન કરવા મામલે ખરાબ રીતે ફસાયો હતો. નોઈડા પોલીસે એલ્વિશ સહિત સપેરા વિરુદ્ધ કેસ પણ નોંધ્યો હતો અને 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. એલ્વિશની પણ પૂછપરછ કરાઇ હતી. ત્યારે હવે એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો છે. નોઈડા પોલીસે સપેરાના કબજામાંથી મળી આવેલ સાપના ઝેરને ટેસ્ટિંગ માટે એફએસએલ લેબમાં મોકલી આપ્યું હતું, જેનો રિપોર્ટ આવી ગયો છે.

એલ્વિશ યાદવની વધશે મુશ્કેલીઓ

FSL તપાસમાં મોટો ખુલાસો થયો છે. કોબ્રા કરૈત પ્રજાતિના સાપનું ઝેર મળી આવ્યું છે. FSL રિપોર્ટ આવ્યા બાદ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. NGO PFA (મેનકા ગાંધીની સંસ્થા પીપલ્સ ફોર એનિમલ્સ)ના પશુ કલ્યાણ અધિકારી ગૌરવ ગુપ્તાએ નોઈડા પોલીસમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં લખવામાં આવ્યું કે એલ્વિશ દિલ્હી એનસીઆરના એક ફાર્મ હાઉસમાં જીવતા સાપ સાથે વીડિયો શૂટ કરાવે છે.

FSL રિપોર્ટમાં ખુલાસો

ગેરકાનૂની રીતે રેવ પાર્ટીઓમાં આ સાપો અને ઝહેરનો ઉપયોગ થાય છે. રેવ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓની સંડોવણી પણ સામે આવી હતી. આ પાર્ટીઓમાં સાપનું ઝેર અને અન્ય ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ યાદવની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં તેણે PFA સભ્યને કહ્યું હતું કે તેણે એલ્વિશની પાર્ટીમાં ડ્રગ્સ પહોંચાડ્યું હતું.

રેવ પાર્ટીમાં થતો હતો સાપોના ઝહેરનો ઉપયોગ

પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળી આવ્યું હતું. વન વિભાગ દ્વારા સાપને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 5 કોબ્રાની વિષ ગ્રંથીઓ કાઢી નાખવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો, બાકીના 4 સાપ પણ ઝેરીલા નહોતા. પરીક્ષણ બાદ આ સાપોને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર મામલામાં એલ્વિશે પોતાને નિર્દોષ જાહેર કર્યો. વીડિયો શેર કરતા તેણે કહ્યું કે મારા વિશે જે પણ કહેવામાં આવી રહ્યું છે તેમાં કોઈ સત્ય નથી.

મારા નામને આરોપોથી કલંકિત કરશો નહીં. હું યુપી પોલીસ અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરવા માંગુ છું કે જો આ મામલે મારા પરના 1% આરોપો પણ સાબિત થાય તો હું જવાબદારી લેવા તૈયાર છું. હું દરેકને કહેવા માંગુ છું કે કૃપા કરીને કોઈ પણ પુરાવા વિના મારું નામ બદનામ કરવાનો પ્રયાસ કરશો નહીં. મારે દૂર-દૂર સુધી આનાથી કોઈ લેવાદેવા નથી.

Shah Jina