ટીવીની ‘પાર્વતી’ બની દુલ્હન, રણથંભૌરમાં મંગેતર સાથે કર્યા શાહી અંદાજમાં લગ્ન, રેડ લહેંગામાં લાગી ખૂબસુરત- જુઓ તસવીરો અને લગ્નનો વીડિયો

લગ્નના બંધનમાં બંધાઇ ટીવીની પાર્વરતી, નાહરગઢ ફોર્ટમાં કર્યા ગ્રૈંડ વેડિંગ, દુલ્હનના જોડામાં લાગી અપ્સરા

ટીવીની પાર્વતી ઉર્ફે સોનારિકા ભદૌરિયા તેના મંગેતર વિકાસ પારાશર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ભવ્ય લગ્ન સમારોહમાં સોનારિકાએ વિકાસ સાથે સાત ફેરા લીધા. આ કપલના લગ્નની ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે. ‘દેવોં કે દેવ…મહાદેવ’ ફેમ સોનારિકા ભદૌરિયાએ વર્ષ 2022માં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિકાસ સાથે સગાઈ કરી હતી.

મે મહિનામાં વિકાસે તેની લેડી લવ સોનારિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંનેએ ડિસેમ્બર 2022માં રિવાજ મુજબ સગાઈ કરી હતી અને હવે આખરે બંને લગ્નના બંધનમાં બંધાયા છે. સગાઈના દોઢ વર્ષ પછી 18 ફેબ્રુઆરી 2024ના રોજ સોનારિકા અને વિકાસે પરિવાર તેમજ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા.

બંનેએ રાજસ્થાનના રણથંભોરમાં શાહી શૈલીમાં એકબીજાને સાત વચનો આપ્યા હતા. આ કપલના લગ્નની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોનારિકા અને વિકાસ એક ભવ્ય સેટઅપ વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા હતા. નવપરણિત કપલના ભવ્ય વરમાળા સેરેમનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સોનારિકા ભાવુક થતી જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સોનારિકા અને રેડ લુકમાં જોવા મળી રહ્યા છે. રેડ લહેંગામાં સજ્જ સોનારિકાનો દુપટ્ટો વિકાસ ઉઠાવે છે ત્યારે તેની આંખો ભરાઇ આવે છે. સોનારિકા તેના થવાવાળા પતિને જોઈને ભાવુક થઈ જાય છે અને તેને ગળે લગાવે છે. ત્યારબાદ બંને એકબીજાને હાર પહેરાવે છે.

સોનારિકા અને વિકાસ બંને વેડિંગ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સોનારિકાએ ગોલ્ડન અને સિલ્વર ડિટેલિંગ સાથેનો સ્કાર્લેટ હેવી એમ્બ્રોઇડરી રેડ લહેંગો પહેર્યો હતો. અભિનેત્રીએ તેના બ્રાઈડલ લુકને ડાયમંડ જ્વેલરી સાથે કેરી કર્યો હતો. જ્યારે, વિકાસે શેરવાની સાથે પહેરી હતી.

જણાવી દઇએ કે, વિકાસ અને સોનારિકા છેલ્લા સાતેક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, અને તે બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. વિકાસની વાત કરીએ તો તેને મનોરંજન ઉદ્યોગ સાથે કોઈ લેવાદેવા નથી. તે વ્યવસાયે બિઝનેસમેન છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

Shah Jina