આનંદ મહિન્દ્રાની દરિયાદિલી: ટેસ્ટ ડેબ્યૂમાં અર્ધશતક લગાવનારા સરફરાઝના પિતાને આપશે આ ધાંસુ ભેટ

દરિયા જેવું દિલ છે આનંદ મહિન્દ્રાનું, રાજકોટમાં સરફરાઝે ડેબ્યુંમાં ફટકારી અડધી સદી, ટ્વિટ કરીને મહિન્દ્રાએ પિતાને આપી આ ખાસ ભેટ, જુઓ

Anand Mahindra Gift Of A Thar  : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાંથી એક એવા આનંદ મહિન્દ્રા તેમના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેઓ એવી એવી ટ્વિટ કરતા હોય છે જે જોઈને લોકોના દિલ જીતી લે છે. ત્યારે હાલમાં જ તેમને એક એવી ટ્વિટ કરી છે જેને જોઈને ક્રિકેટપ્રેમીઓ અને સામાન્ય માણસો પણ તેમના વખાણ કરવા લાગી ગયા.  આનંદ મહિન્દ્રાએ ક્રિકેટર સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાનને નવી થાર ગિફ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સરફરાઝના પિતાને થારની ભેટ :

એક ભાવનાત્મક સંદેશમાં મહિન્દ્રાએ નૌશાદને પ્રેરણાદાયી માતા-પિતા હોવા બદલ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે જો નૌશાદ ભેટ સ્વીકારે તો તે તેમનું સન્માન અને વિશેષાધિકાર હશે. મહિન્દ્રાએ શુક્રવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. હવે તેમની પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે અને લોકો તેની ઉદારતાના વખાણ કરી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ કરી ટ્વિટ :

આનંદ મહિન્દ્રાએ 16 ફેબ્રુઆરીના રોજ તેમના ઓફિશિયલ હેન્ડલ (@anandmahindra) પરથી એક વિડિયો પોસ્ટ કર્યો અને લખ્યું – ‘હાર ન માનશો, બસ! સખત મહેનત, હિંમત અને ધૈર્ય… એક પિતા તેના બાળકને પ્રેરણા આપવા માટે કયા ગુણો આપી શકે? એક પ્રેરણાદાયી માતા-પિતા હોવાના કારણે, જો નૌશાદ ખાન ‘થાર’ની ભેટ સ્વીકારે તો તે મારા માટે વિશેષાધિકાર અને સન્માનની વાત હશે.”

ડેબ્યુંમાં ફટકારી અડધી સદી :

સરફરાઝ ખાને તાજેતરમાં જ્યારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ એક વિડિયો શેર કર્યો હતો જેમાં સરફરાઝને ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે તરફથી સ્પેશિયલ કેપ મળ્યા બાદ નૌશાદ આનંદથી ઉછળી પડ્યા હતા ત્યારે તે ભાવનાત્મક ક્ષણને કેપ્ચર કરી હતી.

Niraj Patel