મનોરંજન

આ ટોપ 7 બૉલીવુડ અભિનેત્રીઓ સહન કરી ચુકે છે ગર્ભપાતનું દર્દ

જીવનમાં ગમે તેટલું ધન હોય, તો પણ દુઃખ તો સહન કરવું જ પડે…જુઓ આ 7 બૉલીવુડ હીરોઇનો જોડે કેવું કેવું થયું

અરરરર તમારી ફેવરિટ આ 7 એક્ટ્રેસે ખુબ દુઃખદ સહન કરેલું: એક મહિલા માટે માં બનવું સૌથી સુંદર અનુભવ હોય છે. કહેવાય છે કે એક સ્ત્રી ત્યાં સુધી સંપૂર્ણ માનવામાં નથી આવતી જ્યા સુધી તે માં ન બની જાય.

માં બનીને એક નવા જીવને જન્મ આપવાનો અનુભવ શબ્દોમાં ન વર્ણવી શકાય.પણ ઘણીવાર મહિલાઓને ગર્ભપાતને લીધે પોતાના બાળકને ગુમાવવું પડે છે. જો કે આ દુઃખદ અનુભવ બૉલીવુડ અભિનેત્રીઓ પણ કરી ચૂકી છે. આવો તો જણાવીએ કે કઈ કઈ અભિનેત્રીઓને ગર્ભપાતનું દર્દ જેલવું પડ્યું હતું.

Image Source

1. ગૌરી ખાન:
આજે શાહરુખ અને ગૌરી ખાન ત્રણ બાળકોના માતા-પિતા છે. જો કે તેના સૌથી મોટા દીકરા આર્યન ખાનના જન્મ પહેલા જ વર્ષ 1997માં ગૌરીને ગર્ભપાત થઇ ગયુ હતું. તેનો સાયથી નેનો દીકરો અબરામ ખાન સેરોગેસી ટેક્નિક દ્વારા જન્મેલો છે.

Image Source

2. શિલ્પા શેટ્ટી:
ખુબ ઓછા લોકો જાણતા હશે કે લગ્નના અમુક જ મહિનાઓમાં શિલ્પા ગર્ભવતી થઇ ગઈ હતી પણ અમુક સમસ્યાઓને લીધે તેનું ગર્ભપાત થઇ ગયું હતું, જેના પછી વર્ષ 2012માં દીકરા વિયાનનો જન્મ થયો હતો. અને હાલ શિલ્પાની એક દીકરી સમીશા કુંદ્રા પણ છે જેનો જન્મ સેરોગેસી ટેક્નિક દ્વારા થયો હતો.

Image Source

3. કિરણ રાવ:
આમિર ખાનની પત્ની કીરણ રાવનું પણ ગર્ભપાત થઇ ગયું હતું જેનો ખુલાસો 2009માં આમિરે એક બ્લોગ દ્વારા કર્યો હતો. કિરણે આમિર સાથે 2005માં લગ્ન કર્યા હતા, જે આમિરની બીજી પત્ની હતી. આમિર પહેલા રીના દત્તા સાથે લગ્ન કરી ચુક્યા હતા અને છૂટાછેડા થયા હતા. પહેલા બાળકનું ગર્ભપાત થયા પછી તેણે સેરોગેસી ટેક્નિક દ્વારા 2011માં આઝાદ ખાનને જન્મ આપ્યો હતો.

Image Source

4. ડિમ્પી ગાંગુલી:
મૉડલ અને અભિનેત્રી ડિમ્પી ગાંગુલીએ દુબઈના એક બિઝનેમેંન રોહિત રૉય સાથે લગ્ન કર્યા હતા અને તે એક દિકરીની માં પણ બની હતી. જેનાથી અલગ થયા પછી ડિમ્પીએ રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા હતા, જેના પછી તે ગર્ભવતી થઇ પણ ગર્ભપાત થવાને લીધે બાળકને ગુમાવવું પડ્યું હતું.

Image Source

5. કાજોલ:
પહેલી વાર જ્યારે કાજોલ ગર્ભવતી થઇ ત્યારે તે એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. આ અવસ્થામાં પણ કાજોલે પોતાના કામને ન છોડ્યું અને ગર્ભવતી હોવા છતાં પણ આ ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરી. ગર્ભવતી થયાના છ અઠવાડિયા પછી કાજોલનું ગર્ભપાત થઇ ગયું હતું અને બીજી વાર ગર્ભવતી થયા પછી દીકરી ન્યાસા દેવગનનો જન્મ થયો હતો.

Image Source

6. સાયરા બાનો:
અભિનેત્રી સાયરા બાનોએ વર્ષ 1966માં દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા,ત્યારે સાયરા માત્ર 22 વર્ષની જ હતી. વર્ષ 1972માં પહેલી ગર્ભાવસ્થાના આઠમા મહિને હાઈ બ્લડ પ્રેશરને લીધે  બાળકનું પેટમાં જ મૌત થયું હતું. જેના પછી સાયરા બાનો ક્યારેય પણ માં ન બની શકી.

Image Source

7. રશ્મિ દેસાઈ:
રશ્મિ દેસાઈએ વર્ષ 2012માં અભિનેતા નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના અમુક જ મહિનાઓમાં રશ્મિ ગર્ભવતી થઇ ગઈ હતી પણ તેનું ગર્ભપાત થઇ ગયું હતું. આ ઘટનાથી રશ્મિ એકદમ તૂટી ગઈ હતી.