અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધી એવા કેટલા કલાકારો છે જેમનું લગ્ન જીવન લોકો માટે ઉદાહરણરૂપ છે. તો ફિલ્મી જગતમાં એવા પણ કેટલાક કલાકારો છે જેમના લગ્ન ખુબ જ ટૂંકા સમયમાં જ અંત આવી ગયો હતો. કોઈના 6 મહિનામાં છૂટાછેડા થઇ ગયા તો કોઈના 8 મહિનામાં છૂટાછેડા થઇ ગયા તો ચાલો જોઈએ ક્યાં ક્યાં કલાકારો છે જેમનું લગ્ન જીવન બહુ ઓછું ચાલ્યું અને ટૂંક જ સમયમાં લગ્ન જીવનનો અંત આવ્યો.
પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરા:

બોલિવૂડ અભિનેતા પુલકિત સમ્રાટે સલમાન ખાનની મુબોલી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પણ આ બંનેના સંબંધ માત્ર 6 મહિના સુધી જ ચાલ્યો અને છૂટાછેડા થઇ ગયા. મોડિયા રિપોર્ટ અનુસાર પુલકિત હમણાં અભિનેત્રી કૃતિ ખરબંદાને ડેટ કરી રહ્યો છે.
કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ:

કરણ સિંહ ગ્રોવરે ત્રણ લગ્ન કર્યા છે. તે હાલમાં બિપાસા બાસુ સાથે લગ્ન જીવનનો આનંદ લઇ રહ્યો છે. તેને પહેલા લગ્ન અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે કર્યા હતા. કારણ અને શ્રદ્ધાના લગ્ન માત્ર 8 મહિના ચાલ્યા અને તેમને છૂટાછેડા થઇ ગયા.
મલ્લિકા શેરાવત અને કરણસિંહ ગિલ:

મલ્લિકા શેરાવત વિશે એવું કહેવામાં આવે છે કે તેના લગ્ન ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાં આવતા પહેલા જ તેને લગ્ન થઇ ગયા હતા તેને લગ્ન પાયલોટ કરણસિંહ ગિલ સાથે થયા હતા. એવું કહેવામાં આવે છે કે લગ્નના વર્ષ પછી બંને અલગ થઇ ગયા.
કરણસિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ:

કરણ સિંહ ગ્રોવરે શ્રદ્ધા નિગમ પછી અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ ટૂંક જ સમયમાં તૂટી ગયા હતા. લગ્નના બે વર્ષમાં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.
મનીષા કોઈરાલા અને સમ્રાટ દહલ:

બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ વર્ષ 2010માં સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. 2012માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.
સારા ખાન અને અલી મર્ચન્ટે:

ટીવી અભિનેત્રી સારા ખાન અને અલી મર્ચન્ટે રિયાલિટી શો બિગ બોસમાં લગ્ન કર્યા હતા. પણ આ શો માંથી બાહ્ય આવતાના એક વર્ષમાં બંને અલગ થઇ ગયા હતા.