આપણે ઘણી વાર બોલીવુડની એવી જોડીઓ છે તેના પાર્ટનરને કારણે ચર્ચામાં રહે છે. તો ઘણા એવા એક્ટર પણ છે જે બે ત્રણ વાર લગ્નને લઈને પણ ચર્ચામાં રહે છે. બોલીવુડમાં ઘણી એવી જોડીઓ છે જેમાં એક્ટર મોટો હોય તો ઘણી એવી જોડી પણ છે જેમાં એક્ટ્રેસ મોટી હોય.
આજે અમે તમને જણાવીશું એવી જોડીઓ વિષે જેને તેનાથી ઘણી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા છે.
1.માન્યતા દત્ત અને સંજય દત્ત
View this post on Instagram
બૉલીવુડ એક્ટર માન્યતા દત્ત અને સંજય દત્ત વચ્ચે 20 વર્ષની તફાવત છે. એક સમયમાં આ ગીત બહુ પ્રચલિત હતું ના ઉંમ્ર કી સીમા હો ના જન્મોના બંધન હો… આ ગીત આ જોડી પર પરફેક્ટ છે. માન્યતાએ ખુદે 20 વર્ષ મોટા સંજત સાત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 10 વર્ષ બાદ પણ બંનેની જોડી બૉલીવુડની જાણીતી જોડીમાં ગણવામાં આવે છે.
2.દિલીપ કુમાર અને સાયરા બાનો
View this post on Instagram
બોલીવુડની સૌથી રોમેન્ટિક જોડી પૈકી એક જોડી દિલીપ કુમાર અને સાયરા બાનોની છે. તમને જાણીને હેરાની થશે કે, આ જોડી વચ્ચે 22 વર્ષનું અંતર છે. દિલીપ કુમાર અને સાયરા બાનોએ જયારે લગ્ન કર્યા ત્યારે દિલીપ કુમારની ઉંમર 44 વર્ષની હતી જયારે સાયરાબાનોની ઉંમર 22 વર્ષની હતી. ઉંમરમાં આટલું અંતર હોવા છતાં લગ્નના 50 વર્ષ બાદ પણ બંને વચ્ચેનો પ્રેમ ઓછો નથી થયો. સસાયરા બાનું દરેક સ્થિતિમાં દિલીપ કુમાર સાથે ઉભી રહી છે.
3.સૈફ અલી ખાન અને કરીના કપૂર
View this post on Instagram
બૉલીવુડના સૌથી શાનદાર કપલના લિસ્ટમાં જેની ગણના થયા છે તે પટૌડી ખાનદાનના સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન વચ્ચે એક કે બે નહીં પુરા 10 વર્ષનું અંતર છે.ઉંમરમાં આટલો તફાવત હોવા છતાં બંનેની લવસ્ટોરી ઘણી મજેદાર છે. એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે જણાવ્યું હતું કે, એક એવો પણ સમય આવ્યો હતો કે, તેને અને સૈફ ઘરેથી ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવી લીધો હતો. આ બંને વચ્ચે ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન પ્રેમની શરૂઆત થઇ હતી.
4.મિલિન્દ સોમન અને અંકિતા કંવર
View this post on Instagram
બૉલીવુડ એક્ટર અને મોડેલ મિલિન્દ સોમનને ગયા વર્ષ જ તેનાથી 27 વર્ષનાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેના ફિટનેસને લઈને ચર્ચામાં રહેતો મિલિન્દએ લાંબા સમય સુધી અંકિત કંવરને ડેટ કર્યા બાદ તેનાથી લગ્ન કર્યા હતા. 52 વર્ષીય મિલિન્દ અને 27 વર્ષીય અંકિતા કંવર વચ્ચે લાંબા સમયથી દોસ્તી હતી. જણાવી દઈએ કે,આ પહેલા મિલિંદે ફ્રેન્ચ એક્ટ્રેસ મેલિન જંપાનોઇ સાથે લગ્ન કર્યા હતા. જે લગ્ન 3 વર્ષમાં જ તૂટી ગયા હતા.
5.શાહિદ કપૂર અને મીરા રાજપૂત
View this post on Instagram
બોલીવુડનું સૌથી ક્યૂટ અને રોમેન્ટિક કપલના લિસ્ટમાં શાહિદ અને મીરા રાજપૂતની પણ ગણના થાય છે. શાહિદ અને મીરા બંને ઘણી વાર સાથે સ્પોટ થાય છે. આ જોડી વચ્ચે 13 વર્ષનો ગેપ છે.આ જોડીની ખાસ વાત એ છે કે, તેને લવ મેરેજ નહીં પરંતુ અરેન્જ મેરેજ કર્યા છે. જણાવી દઈએ કે. શાહિદ અને મીરાના બાળકો મિશા અને જૈન પણ ઘણા ચર્ચામાં રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.