ખબર મનોરંજન

શ્વેતા તિવારીના ઘરેલુ હિંસાના વિવાદ પર આ કો-એક્ટરે આપ્યું રિએક્શન, કહ્યું કે, ‘શ્વેતા દયાળુ અને પોતાની લાગણી..’

‘કસોટી જિંદગી કી’ ફેમ પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી છેલ્લા થોડા સમયથી ચર્ચામાં છે. હાલ શ્વેતા તિવારી અને તેનો પતિ અભિનવ કોહલી વચ્ચેના વિવાદના કારણે ચર્ચામાં રહે છે. શ્વેતા એ થોડા દિવસ પહેલા તેના પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. જે સિલસિલામાં અભિનવની ધરપકડ પણ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

My Life, My style, My Rules!!! #nanhayatri

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

શ્વેતાએ આરોપ લગાવ્યો હતો કે, અભિનવે તેની પુત્રી પલક સાથે મારપીટ કરી ગેરવર્તન કર્યું હતું. આ મામલે પલકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આખી વાત જણાવી હતી. ત્યારે શ્વેતા તિવારી સાથે કામ કરી ચૂકેલા એક અભિનેતાનું નિવેદન સામે આવ્યું છે.

અભિનેતા આશિષ કૌલનું કહેવું છે કે, શ્વેતાને એક સારી મિત્ર માને છે. એક વેબસાઈટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું શ્વેતાની ગેરંટી લઇ શકું છે કે તેને આ મામલાનું નિરાકરણ કરવાની પુરી કોશિશ કરી છે, પરંતુ ઘણીવાર એવું હોય છે કે તે વસ્તુ આપણા હાથમાં નથી હોતી. શ્વેતામાં એ હિંમત છે કે જે સાહસિક પગલું ભરી શકે, સાથે જ શ્વેતા બહાદુર છે જે હું હંમેશાથી જાણું છું

 

View this post on Instagram

 

❤️❤️❤️❤️ #nanhayatri @palaktiwarii

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

વધુમાં આશિષે કહ્યું હતું કે, શ્વેતા ભારતીય પરંપરામાં માનવાવાળી વ્યક્તિ છે. બધા જ પરિવારમાં કોઈને કોઈ સમશ્યા તો હોય છે. તેણીએ રાજા ચૌધરી સાથેના પહેલા લગ્નને પણ બચાવવાની પણ પુરી કોશિશ કરી હતી. શ્વેતા એક દયાળુ, બહાદુર અને ભાવના વ્યક્ત કરવાવાળી વ્યક્તિ છે.

જણાવી દઈએ કે, શ્વેતા અને આશિષ કસોટી જિંદગીકી ના સમયથી એકબીજાને ઓળખે છે. આશિષે સીરિયલમાં અનુરાગના પિતરાઈ ભાઈનો રોલ નિભાવ્યો હતો. હાલ આશિષ બાલાજી ટેલિફિલ્મ્સની બેપનાહ સીરીયલમાં દેવરાજનો રોલ નિભાવે છે.

 

View this post on Instagram

 

Again💕🙏🏼 Styledby: @stylebysugandhasood Outfitby: @jharonka

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

ગત 11 તારીખે શ્વેતા તિવારી અને તેની પુત્રી પલકે અભિનવ કોહલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શ્વેતાએ પોલીસને જણાવ્યું હતું કે, અભિનવ દારૂના નશામાં હોય છે. હાલ તો અભિનવ જામીન પર છે.

જણાવી દઈએ કે શ્વેતા અને તેના પતિ વચ્ચે છેલ્લા 1 વર્ષથી અણબનાવ ચાલી રહ્યો છે. પરંતુ બન્નેએ ક્યારે પણ મીડિયા સમક્ષ આ વાત નથી કરી.

 

View this post on Instagram

 

My life has been filled with absolute bliss for the past two years thanks to this little bunny. So grateful for him every single day.Thank you so much Reyansh, just for simply existing and teaching me how truly indomitable and interminable love can be. I love you with all that I am, and I’ll protect you till the end of time. I know you love copying everything I do, and you have no idea how significant that makes me feel, I will cherish this honour and always respect your trust in me. I promise to always be an infallible role model for you,always. You deserve whatever your little heart is capable of desiring, and I truly wish that one day I’ll be capable enough to provide you with every need and want of yours. I love you forever and always. – Didi

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

અભિનવે પોતાના પર લાગેલા આરોપને રદિયો આપતા કહ્યું હતું કે, હંમેશા એક સિક્કાની બે બાજુ હોય છે. હું ફક્ત એટલું જ કહ્યું છું કે, સત્ય જરૂર સામે આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks