ફિલ્મી દુનિયા

કોરોનાની સારવાર કરાવી રહેલા અભિષેક બચ્ચને આપ્યો મેસેજ, કહ્યું- જ્યાં સુધી ડૉક્ટર કોઈ નિર્ણય નહી લે હું

હાલ કોરોનાએ સામાન્ય નાગરિકથી લઈને સિતારાઓને ઝપેટે ચડાવ્યા છે. જેમાં બચ્ચન પરિવાર પણ શામેલ છે. બચ્ચન પરિવારમાં અમિતાભ, ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેકઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આખો દેશ બચ્ચન પરિવાર જલ્દી સાજો થઇ જાય એની માટે પ્રાર્થના કરે છે. બચ્ચન પરિવારમાં કોરોનાની એન્ટ્રી થતા લોકોના મનમાં ઘણી શંકા થવા લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

પરંતુ રવિવારે સાંજે અભિષેક બચ્ચને એક ટ્વિટમાં તેના ફેન્સ સાથે હેલ્થ અપડેટ્સ શેર કર્યું . આ ટ્વીટમાં તેને સ્પષ્ટ કર્યું કે આરાધ્યા અને ઐશ્વર્યા ઘરે રહેશે. રવિવારે બપોરે અભિષેકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યાની માહિતી સોશિયલ મીડિયા પર સામે આવી હતી. પરંતુ આ ટ્વિટમાં તેણે સ્પષ્ટ કરી દીધું કે તે ઘરે નથી જતો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેકે ટ્વીટ કર્યું, ‘ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને ઘરમાં જ ક્વોરેન્ટાઇન રહેશે. તેની માહિતી બીએમસીને આપી છે. બાકીના ઘરના બધા સભ્યો અને મારી માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમારી બધી પ્રાર્થના બદલ આભાર.

આ બાદ અભિષેકે વધુ એક ટ્વિટ કર્યું, ‘ડોકટરો કહે ત્યાં સુધી હું અને મારા પિતા હોસ્પિટલમાં રહીશું. કૃપા કરીને કાળજી લો અને બધા નિયમોનું પાલન કરો.

તો આ સમયે સદીના મહાન અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર પોતાના ચાહકો માટે રાહત આપી હતી. કારણ કે તેમણે અહીં એક સંદેશ લખ્યો હતો જેમાં તેમણે દરેક પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો છે. બિગ બીના ચાહકો આ ટ્વીટ વાંચીને ખૂબ ભાવુક થયા. તે જ સમયે, તેને લોકોને વિશ્વાસ આવ્યો હતો કે બીગબીની તબિયત પહેલા કરતા સારી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું, ‘અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા અને મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહેલા તે બધા લોકોને મારા માટે જવાબ આપવાનું શક્ય નથી. હું તમારા સ્નેહ અને પ્રેમનો આભારી છું.

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનને હળવો તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેની કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનના ઘરે કામ કરતા 54 કર્મચારીઓમાંથી 28 કર્મચારીઓ પરિવારના સીધા સંપર્કમાં હોય જલસા અને જનક બંગલામાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અન્ય 26 કર્મચારીઓ બચ્ચન પરિવારના સીધા સંપર્કમાં નથી તેઓ પોતાના જ ઘરે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.