ફિલ્મી દુનિયા

અભિષેક બચ્ચનને યુઝરે કહ્યું કે,’પિતા હોસ્પિટલમા ભરતી છે, કોના ભરોસે બેસીને હવે ખાસો’, કહ્યું-હું દુવા કરીશ કે….

બોલીવુડના ફેમસ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેક બચ્ચન હાલના દિવસોમાં કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી હોસ્પિટલમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો પણ, હાલમાં જ બંન્ને સ્વસ્થ થઇ જવાને લીધે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને બંન્ને ઘરે રહે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ એક યુઝરે ટ્વીટર પર અભિષેક બચ્ચનને પૂછી લીધું કે, તમારા પિતા હાલ હોસ્પિટલમાં ભરતી છે, તમે કોના ભરોસે હવે બેસીને ખાસો!’ યુઝરના આવા સવાલ પર અભિષેક બચ્ચને ખુબ સાદગી ભર્યો જબરદસ્ત જવાબ આપ્યો હતો.

અભિષેક બચ્ચને આ ટ્વીટનો રિપ્લાઈ કરતા લખ્યું કે,”હાલ તો અમે અમે બંન્ને સુતા સુતા હોસ્પિટલમાં ખાઈ રહ્યા છીએ.’ અભિષેકના આવા જવાબ પર યુઝરે ટ્વીટ કર્યું કે, “જલ્દી જ ઠીક જાઓ સર, દરેકના નસીબમાં સુતા સુતા ખાવાનું નથી લખ્યું”.

યુઝરની આવી ટ્વીટ પર અભિષેક ફરીથી સાદગીભર્યો જવાબ આપતા લખ્યું કે,”હું દુવા કરીશ કે તમે અમારા જેવી પરિસ્થિતમાં તમે ન આવો, હંમેશા સ્વસ્થ અને સુરક્ષિત રહો. તમારી દુવાઓ માટે આભાર”. અભિષેક બચ્ચનનો આવો જવાબ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

હોસ્પિટલમાં ઈલાજની સાથે સાથે અભિષેક અને અમિતાભજી સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને ચાહકો સાથે જોડાયેલા રહે છે, અને અવનવી પોસ્ટ અને રોજિંદી અપડેટ શેર કરતા રહે છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ અભિષેક બચ્ચને ‘બ્રીદ:ઈન ટુ દ શેડો’ દ્વારા ધમાકેદાર ડિજિટલ ડેબ્યુ કર્યું છે. આ સિરીઝમાં અભિષેક એક હતાશ પિતાની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.