ખબર ફિલ્મી દુનિયા

અચાનક જ તબિયત લથડતાં માં દીકરી એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલમાં દાખલ થયા, જાણો વિગત

બોલિવૂડ દિગ્ગજ એક્ટર શહેનશાહ અમિતાભ બચ્ચનને થોડા સમય પહેલા કોવિડ 19 પોઝિટિવ આવ્યો હતો.
જે બાદ તેના ફેમિલીના રિપોર્ટ પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જયા બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. પછી બિગ બી અને છોટે બિગ બી ને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

હવે એવા સમાચાર છે કે અમિતાભની પુત્રવધૂ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે એટલે કે 11 જુલાઈના દિવસે અમિતાભ અને અભિષેકનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો.

ત્યારબાદ તેમના પરિવારના સભ્યો અને સ્ટાફની પણ તપાસ કરવામાં આવી હતી. તેમા વહુરાણી ઐશ્વર્યા અને તેમની દિકરી આરાધ્યામાં મામૂલી લક્ષણ જણાયા હતા. BMCના અધિકારીઓએ ઐશ્વર્યા અને આરાધ્યામાં કોરોના પોઝિટિવના લક્ષણોને લઈ વાત કરી હતી અને પૂછ્યુ હતું કે શું તે કોરોનાના લક્ષણોથી મુશ્કેલી તો નથી?

શરૂઆતના દિવસોમાં ઐશ્વર્યા અને આરાધ્યામાં પોઝિટિવા આવ્યા બાદ કોઈ લક્ષણો જણાયા નહોતો. પછી બંને માં દીકરીને ઘરે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં હતા.

Image Source

પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યાને તાવના લક્ષણો જણાયા હતાં. જેના પગલે ડોકટરો તેમના ઘરે ચેકઅપ કરવા આવ્યા હતા. ડોકટરોને સ્પષ્ટ રીતે સિમટમ્સ જણાતા બાદમાં બંનેને મુંબઈ શહેરની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.