ફિલ્મી દુનિયા

37 વર્ષની આ TV અભિનેત્રીએ પતિ માટે છોડી દીધી એક્ટિંગ, મુસ્લિમ માંથી હિંદૂ ધર્મ અપનાવ્યો, જુઓ તસ્વીરો

પતિદેવ માટે મુસ્લિમમાંથી હિંદૂ બની ગઈ, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

ફિલ્મી દુનિયા એવી છે જ્યાં કોનું જોડાણ કોની સાથે અને ક્યારે થઇ જાય એ કોઈ જણાવી નથી શકતું. જેટલું ઝડપી જોડાણ થાય એટલું જ જલ્દી બ્રેકઅપ પણ થતું હોય છે, અને આવા સમાચાર અવાર નવાર આપણે જોતા જ હોઈએ છીએ, આવી જ એક સ્ટ્રોઇ છે એક પ્રખ્યાત અભિનેત્રીની જેને બે અભિનેતાઓ સાથે અફેર હતું અને છેલ્લે લગ્ન એક પ્રોડ્યુસર સાથે કર્યા અને હંમેશા માટે ગ્લેમરસ દુનિયામાંથી પણ વિદાય લઈ લીધી.

અમે વાત કરીએ છીએ ટીવી શોની પ્રખ્યાત અભિનેત્રી જેને “કહી તો હોગા” જેવી સૌથી સફળ ટીવી સીરિયલમાં કશિશનું કિરદાર નિભાવ્યું હતું. કશિશ તરીકે દરેક ઘરમાં પ્રચલિત થયેલી અભિનેત્રીનું સાચી નામ આમના શરીફ હતું. આમનાએ એ સિવાય પણ બીજી ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

પોતાના દેખાવ અને અભિનયની આગવી ક્ષમતાના કારણે તેને ફિલ્મોમાં પણ કામ મળ્યું. પરંતુ લગ્ન બાદ તે આ ગ્લેમર્સની દુનિયાની હંમેશા માટે છોડીને એક હાઉસ વાઈફ તરીકેનું જીવન વિતાવવા લાગી. “કહી તો હોગા”ના સેટ ઉપર જ આમનાની લવ સ્ટોરી ટીવીના અભિનેતા રાજીવ ખંડેલવાલ સાથે શરૂ થઇ ગઈ હતી.

રાજીવ સાથે બંનેના ડેટની વાતો પણ શરૂ થઇ અને ઘણા શોની અંદર પણ બંને સાથે જ જવા લાગ્યા હતા, ફિલ્મી જગતમાં બંનેના આ સંબંધોની ખુબ જ ચર્ચાઓ ચાલી પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાનું પણ સામે આવ્યું હતું. રાજીવ અને આમનાનું બ્રેકઅપ થવાનું મુખ્ય કારણ આફતાબ શિવદાસાની હતો. કારણ કે ટીવી સીરિયલમાં સફળ અભિનય કરવાના કારણે આમનાને ફિલ્મોમાં પણ કામ મળતું થયું, આમનાની પહેલી ફિલ્મ “આલુ ચાટ”માં તેને આફતાબ સાથે કામ કર્યું અને

અહીંયા જ તેની બીજી લવ સ્ટોરી પણ શરૂ થઇ. ત્યારપછી બંને સાથે ફિલ્મ “આઓ વિશ કરે”માં પણ સાથે જોવા મળે. બંનેના નજીક હોવાની વાતો ચર્ચાતી રહી અને આ વાતની કબૂલાત રાજીવે એક ઇન્ટરવ્યૂમાં કરી. રાજીવે 2008માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે “હું અને આમના હવે સાથે નથી, 3 વર્ષ ચાલેલો સંબંધ હવે સમાપ્ત થઇ ગયો છે. હું છેલ્લા કેટલાય મહિનાથી એના સંપર્કમાં નથી અને તે હવે ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગઈ છે, આમનાની ડેટિંગની વાતો પણ સામે આવી રહી છે પરંતુ આ વિશે હું કઈ જણાવવા નથી માંગતો.”

આફતાબ અને આમનાનો સંબંધ પણ વધુ સમય સુધી ટક્યો નહિ અને 3 વર્ષના આ સંબંધનો અંત પણ 2011માં આવી ગયો. ત્યારપછી આમનાએ ફિલ્મ પ્રોડ્યુસર અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા. આફતાબ સાથે બ્રેકઅપ થયા બાદ આમનાની મુલાકાત ફિલ્મ પ્રોડ્યુસર અમિત કપૂર સાથે થઇ, બંને એક વર્ષ સુધી સંબંધમાં રહ્યા અને વર્ષ 2013માં લગ્ન સંબંધથી બંધાઈ પણ ગયા. લગ્નનું ગ્રાન્ડ રિસેપ્સન હોટેલ તાજ લેન્ડમાં રાખવામાં આવ્યું હતું જ્યાં નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ હતા.

Image Source

બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝની ઘણી સારી અભિનેત્રીઓ તેના પતિને બહુજ પ્રેમ કરતી હોય છે, સાથે પત્ની હોવાની બધી ફરજ નિભાવતી હોય છે. આજે આપણે એક બોલીવુડની એવી અભિનેત્રી વિષે જાણીશું કે, જેને પતિ માટે ફિલ્મી કરિયર અને સાથે-સાથે ધર્મ પણ છોડી દીધો હતો.

ટીવી સિરિયલની કહી તો હોગા સિરિયલની કશિશ તો તમને યાદ જ હશે. આ સીરિયલમાં લીડ રોલ કરીને કશિશે દર્શકોના દિલ જીતી લીધા હતા. કશિશ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસે 1-2 સીરિયલમાં કામ કર્યા બાદ ગ્લેમરની દુનિયાને અલવિદા કરી દીધી હતી. કશિશ લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. આવો જાણીએ કશિશનું રિયલ નામ શું છે અને હાલ તે શું કરી રહી છે.

કશિશનું અસલી નામ આમના શરીફ છે. આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ પારસી ભારતીય પિતા અને બહેરૈની માતાના ઘરે થયો હતો. આમના શરીફ ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી છે. આમનાએ 2003માં ‘કહી તો હોગા’ સિરિયલથી ટેલિવિઝનમાં એન્ટ્રી કરી હતી. આમનાએ તેની પહેલી સીરિયલમાં જ કરોડો લોકોને તેના દીવાના બનાવ્યા હતા.

લગ્ન બાદ આમના શરીફે 10 વર્ષ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યા બાદ કરિયર છોડવાનો ફેંસલા લીધો હતો. આમણાંના પતિ નહોતા ઇચ્છતા કે આમના લગ્ન પછી પણ ટીવી સીરિયલમાં કામ કરે. આમનાએ લગ્ન બાદ હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો. 2007માં આ સિરિયલ બંધ થઇ ગઈ હતી. આ સિરિયલ દરમિયાન આમનાની મુલાકાત અમિત કુમાર નામના વ્યક્તિ સાથે થઇ હતી.

ધીરે-ધીરે આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. બન્નેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું હતું. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 27 ડિસેમ્બર 2013ના રોજ આમના શરીફના લગ્ન થયા હતા.

હાલ તો આમના તેની પારિવારિક જિંદગીમાં વ્યસ્ત છે. આમના 2015માં એક પુત્રને જન્મ આપ્યો હતો. આમનાના પુત્રનું નામ આર્યન કપૂર છે. આમનાના લગ્ન પહેલા ઘણા એક્ટ્રેસ સાથે તેરની ખબરો આવી હતી. રિપોર્ટનું માનીએ તો રાજીવ ખંડેલવાલ સાથે પણ તેના સંબંધની ચર્ચા થઇ હતી. આમના એક્ટિંગ કરિયર છોડતા પહેલા ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે. આમનાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આમનાએ 2014માં આવેલી એક વિલન ફિલ્મમાં નજરે આવી હતી. જેમાં તે રિતેશ દેશમુકની પત્નીના રોલમાં હતી. આ સિવાય આમના આલુ ચાટ, આઓ વિશ કરે, અને શકલ પે મત આના જેવી ફિલ્મોમાં નજરે આવી હતી. આમનાએ ટેલિવિઝનમાં કહી તો હોગા સિવાય હોંગે જુદા ના હમ અને નાયિકા જેવી સીરિયલમાં કામ કર્યું હતું.