ખબર

આમિર ખાનને સાસણ ગીરની મુલાકાત લઈને ભરાઈ ગયો, ફેન્સ માટે ખરાબ સમાચાર- જાણો

બોલીવુડનો દિગ્ગજ અભિનેતા આમિર ખાન ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેને સાસણગીરની મુલાકાત લીધી હતી. પરંતુ આમિરની આ મુલાકાત તેને ભારે પડી શકે તેમ છે. તેના વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અરજીકર્તા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વન વિભાગે આમિર ખાનને VIP સેવા આપી છે. જેમાં ગેરકાયદેસર રીતે સિંહ-સિંહણો રસ્તા પર મૂકાયા હતા જેના કારણે વિવાદ સર્જાયો છે.

Image Source

સામાજિક કાર્યકર ભનુ નાગા આડેદરા દ્વારા અરજી કરવામાં આવી છે કે આમિર ખાન માટે ખાસ કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવવામાં આવ્યા છે જેના માટે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આમિર ખાન 26 ડિસેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે ગુજરાતના પ્રવાસે આવ્યો હતો. પોરબંદર એરપોર્ટ ઉપરથી તે સાસણગીર જવા માટે રવાના થયો હતો. પોતાની એનવર્સરી ઉજવવા માટે તે આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.