ખબર ફિલ્મી દુનિયા

આમિર ખાનના આ ખાસ માણસનું થયું નિધન, 25 વર્ષથી કરી રહ્યા હતા તેના માટે કામ

બોલીવુડમાં અમીર ખાનનું એક આગવું નામ છે, કરોડો લોકો તેના ચાહકો છે, અને આજે આમિર ખાન માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. આમીર ખાન સાથે 25 વર્ષથી કામ કરતા તેના આસિસ્ટન્ટ અને સ્પોટબોય તરીકે કામ કરતા અમોસનું 60 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે જેના કારણે બોલીવુડમાં શોક વ્યાપી ગયો છે.

Image Source

અમોસને અચાનક હૃદય રોગનો હુમલો થતા આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ સાથે આખી ટિમ તેમને હોલી હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. આમોસના નિધનની જાણકારી ફીલ લગનમાં આમીર ખાનનાસાથી કલાકાર અભિનેતા ક્રીમ હાજીએ આપી છે.

Image Source

કરીમે જણાવ્યું કે મંગળવારે સવારમાં અચાનક જ અમોસ પડી ગયો હતો. ત્યારબાદ આમિર ખાન તેમની પત્ની અને ટિમ સાથે તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. અમોસના પરિવારમાં તેની પત્ની અને એક દીકરો છે, અમોસ આમિર સાથે દરેક જગ્યાએ હાજર રહેતા હતા.

Image Source

કોરોના મહામારી વચ્ચે એકવાર ફરીથી બૉલીવુડ જગતમાં દુઃખના સમાચાર આવ્યા છે. બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા એકમાત્ર અભિનેતા આમિર ખાનનાં પર્સનલ અસિસ્ટેન્ટ આમોસ પૉલ નાદારનું મંગળવારના રોજ નિધન થયું હતું, જેનો અંતિમ સંસ્કાર બુધવારના રોજ મુંબઈમાં કરવામાં આવ્યો હતો.

આમોસે 20 વર્ષો સુધી આમિર ખાનના અસિટેન્ટના સ્વરૂપે કામ કર્યું હતું. એવું પણ કહેવામાં આવતું હતું કે આમોસ આમિર ખાનના પડછાયા સમાન બની ગયા હતા. આમોસ આમિરના દરેક કામમાં સાથે રહેતા હતા, એવામાં આમોસના અચાનક થેયલા આવા નિધન આમિર ખાન માટે ખુબ દુઃખના સમાચાર છે.આમીર ખાનના મિત્ર કરીમ હાજીએ આમોસના નિધનની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે,”આમિર ખાનને આપણે બધાં ઓળખીએ છીએ. તે તેમનો પડછાયો હતા, અને મોટા મન વાળા વ્યક્તિ હતા અને હંમેશા હસતા રહેતા હતા પણ હાર્ટ એટેકને લીધે તેનું નિધન થઇ ગયું. તે ખુબ જ ખાસ વ્યક્તિ હતા”.

લોકડાઉન હોવા છતાં પણ આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે આમોસને વિદાઈ આપવા માટે પહોંચ્યા હતા. જો કે દરેકે ચેહરા પર માસ્ક પહેરી રાખ્યા હતા અને કબ્રસ્તાનમાં દાખલ થતી વખતે અને બહાર જતી વખતે હાથને સેનિટાઇઝડ પણ કર્યા હતા.

કબ્રસ્તાનની અમુક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં આમિર ખાન ભાવુક થઈને આમોસના પરિવારને ગળે લગાડતા અને તેઓની હિમ્મત વધારતા દેખાઈ રહ્યા છે. જયારે અન્ય એક તસ્વીરમાં તે કોફીનની સામે ઉભા રહીને પ્રાર્થના કરતા દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે આમોસ આમિર ખાનના પહેલા અભિનેત્રી રાની મુખર્જી માટે પણ કામ કરી ચુક્યા છે.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના !!

Author: GujjuRocks Team