અભિનેતા આમિર ખાનને બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ઓળખવામાં આવે છે. તેઓ પોતાના કામને લઈને જેટલા ગંભીર છે એટલા જ મસ્તીખોર પણ છે.
ફિલ્મ કયામત સે કમાયત તકથી કારકિર્દીની શરૂઆત કરનાર આમિર ખાન શરૂઆતમાં તેમના પ્રેન્કસ માટે પણ પ્રખ્યાત હતો. કામની વચ્ચે ક્રૂ મેમ્બર્સ સાથે મસ્તી હોય કે સાથી અભિનેતા અથવા અભિનેત્રી સાથે મસ્તી, મજાક આમિર દરેક સાથે આવું જ કરતા રહે છે. એટલું જ નહીં, તે તેમની ફિલ્મની હિરોઇનના હાથ પર થૂંકી દેતા હતા, જે પછી અભિનેત્રીઓ તેમનાથી નારાજ થઈ જતી હતી.

કેટલાક વર્ષો પહેલા એક ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ જો જીતા વહી સિકંદર ફિલ્મની ટિમનું રીયુનિયન થયું હતું. જ્યાં આમિર ખાનની કેટલીક જૂની વાતો પર ચર્ચા થઇ. ત્યારે ફરાહ ખાને જણાવ્યું કે આમિર ખાન શરૂઆતમાં પોતાની ફિલ્મની અભિનેત્રીઓના હાથ પર થૂંકી દેતા હતા.
ફરાહ ખાને જુના દિવસોને યાદ કરતા કહ્યું – આમિર ખૂબ જ પ્રેન્ક કરતા હતા. એ કહેતા કે લાઓ હું હાથની રેખાઓ જાણું છું, અને સેટ પર હાજર દરેક અભિનેત્રી હાથ આગળ કરતી અને આમિર એમના હાથ પર થૂંકી દેતા હતા. આની પર આમિર હસતા હસતા કહેતા હતા કે આ તો હું મારી અભિનેત્રીના ગુડલક માટે કરતો હતો અને આજે પણ કરું છું. જેટલી કો-સ્ટાર્સના હાથ પર હું થૂંક્યો છું એ બધી જ હિટ થઇ છે. 25 વર્ષથી મારા પ્રેન્ક કરવાની રીત હજુ પણ નથી બદલાઈ, પણ હું કોશિશ કરું છું કે વધુ લોકોને ખબર ન પડી જાય.

ફિલ્મ ઇશ્કના શૂટિંગ દરમ્યાન આમિર ખાને જુહી ચાવલા સાથે પણ આવું જ કર્યું હતું. એમને કૃ મેમ્બર્સની સામે જ જુહીને કહ્યું કે તેમને હાથની રેખાઓ વાંચતા આવડે છે. જુહીએ પોતાનો હાથ આગળ કર્યો અને તરત જ આમિર એમના હાથ પર થૂંકીને ત્યાંથી ભાગી ગયા. જયારે કૃની સામે જ જુહી ચાવલા સાથે આમિરે આવું કર્યું તો જુહીને ખૂબ જ ખરાબ લાગ્યું અને એ બીજા દિવસે પણ શૂટિંગ પર ન આવી. બંનેએ વાતચીત બંધ કરી દીધી અને વર્ષો સુધી બંને વચ્ચે વાતચીત ન થી. જો કે થોડા વર્ષો પછી બંનેનું પેચઅપ થઇ ગયું હતું.

ખંભે જેસી ખડી હૈ ગીતના શૂટિંગ સમયે આમિરે માધુરી દીક્ષિત સાથે પણ આવું જ કહ્યું હતું. આમિરે માધુરીને કહ્યું કે એમને હાથની રેખાઓ વાંચતા આવડે છે. આ સાંભળતા જ માધુરી ઉત્સાહિત થઇ ગઈ અને એમને પોતાનો હાથ આગળ કર્યો અને ભવિષ્ય વિશે પૂછવા લાગી. આની પર પહેલા તો આમિરે એમનો હાથ જોયો અને પછી થૂંકી દીધું. આમિરની આ હરકત પર માધુરીને એટલો ગુસ્સો આવ્યો કે એ હોકી લઈને આમિરની પાછળ દોડી હતી.

આમિરે સહ-અભિનેતા કુલભૂષણ ખરબંદા સાથે પણ ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ના શૂટિંગ દરમિયાન એક ગંભીર સીન વખતે મજાક કરી હતી. કુલભૂષણ ડાયલોગ બોલવાનું શરૂ કર્યું કે આમિરે ટોકિંગ ટોય વગાડવાનું શરુ કરી દીધું. તે રમકડું ગાળો આપતું હતી અને વિચિત્ર અવાજો કાઢતું હતું. કુલભૂષણ શોટ આપી શકતા ન હતા. આ પછી દિગ્દર્શકે આમિરને ઠપકો આપ્યો હતો.

આમિરના અન્ય એક કો-સ્ટાર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન આમિર વારંવાર તેની ચોટલીઓ પકડીને બાંધી દેતા હતા અને ફ્રેમ બગાડી જતી. આમ કરવાથી ડિરેક્ટર ચિડાઈ જતા હતા. આટલું જ નહીં, આમિરની ફિલ્મ દંગલની કો-સ્ટારે પણ એમ કહ્યું કે એમની સાથે પણ થૂંકવાવાળો પ્રેન્ક થઇ ચુક્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.