અજબગજબ

આ વ્યક્તિએ હોટલમાં ખવડાવ્યું ભૂખ્યા છોકરાને ખાવાનું, બિલ જોઇને આંખ ભરાઈ આવી…

કેટલાક લોકો એવા પણ હોય છે જે કોઈની મદદ કરવા ક્યારેય આગળ નથી આવતા, પરંતુ એવા પણ લોકો છે જે મદદ કરવા માટે બધાથી આગળ હોય છે. આમાથી એક છે અખિલેશ કુમાર. અખિલેશ કુમારે હાલમાં જ એવું કામ કર્યું જેનાથી લોકોના દિલમાં તેમની ઈજ્જત વધી ગઈ. બધા જ લોકો અખિલેશની ખુબ જ વાહવાહી કરે છે. હવે તમે વિચારશો કે અખિલેશે એવું તો શું કામ કર્યું છે. તો ચાલો જણાવીએ..

Image Source

અખિલેશ પોતાનું કામ પૂરું કરીને રાતના સમયે ભોજન કરવા કેરળના મલ્લાપુરમમાં આવેલી Sabrina હોટલમાં ગયા હતા. તે જેવું ખાવનું ચાલુ કરવા જતા હતા ત્યારે તેમની નજર બહાર ઉભેલા માસુમ બાળક પર ગઈ જે તેમને હોટલની બહારથી જોઈ રહ્યો હતો.

Image Source

અખિલેશે ઈશારો કરીને અંદર બોલ્યો અને એક છોકરો પોતાની નાની બહેનને લઈને અખિલેશ જોડે આવ્યો. પછી અખિલેશે બંને છોકરાને પૂછ્યું શું ખાસો?? તેના જવાબમાં ટેબલ પર રાખેલી થાળીને જોવા લાગ્યો. અખિલેશ સમજી ગયો અને તેને તેવીજ એક થાળી ઓર્ડર કરી.

જયારે છોકારોએ ખાવનું શરુ કર્યું ત્યારે અખિલેશે તેમને હાથ ધોવાનો આગ્રહ કર્યો. પછી બન્ને છોકરાએ પોતાનું ખાવનું ખાધું અને પછી અખિલેશને જોઇને સ્મિત કર્યું. તેમનું પેટ ભારેય ગયું હતું અને પછી તે ચાલ્યા ગયા. અખલેશે પણ તેનું ખાવાનું ખાધું અને પછી બિલ મંગાવીને હાથ ધોવા ગયો. ટેબલ પર રાખેલું બિલ જોઇને હેરાન થઇ ગયો અખિલેશ.

હવે એ તો જાણો કે બિલ કેટલાનું હતું. ખરેખાર બિલમાં કોઈ રકમ નતી લખી. બિલમાં લખ્યું હતું કે “અમારી જોડે એવું કોઈ મશીન નથી જે ઇંસાનિયતનું બિલ બનાવી શકે. ખુશ રહો.” આ જોઈને અખિલેશની પણ આંખ ભરાઈ ગઈ. આ હોટલના માલિકનું નામ સી નારાયણન છે.

Image Source

અખિલેશ કુમાર દુબઈમાં Power Solution Industries LLC નામની કંપનીમાં ટેક્નિલક સેલ્સ એન્જીનિયર છે. તેઓ છુટ્ટી લઈને પોતાના ઘરે આવ્યા હતા. આ વાતનું ઉલ્લેખ તેમને તેમના ફેસબૂક પર ૬ જાન્યુઆરીના દિવસે કર્યો હતો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.