જીવનશૈલી

આ એ સ્કુલ છે જ્યાં ભણે છે ઐશ્વર્યાથી લઈને શાહરૂખ સુધીના બાળકો, ફી તો એટલી છે કે જાણીને હેરાન જ રહી જશો…

વિશ્વમાં દરેક માતા-પિતાની એક ઈચ્છા હોય છે કે તેઓ પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડે, પરંતુ આ માટે તેઓએ ઘણી મહેનત કરવી પડે છે. તેઓએ ઘણા પૈસા આપવા પડે છે. આજકાલ બધી જ શાળાઓમાં ફી ઘણી વધુ લેવામાં આવે છે, સાથે જ મોંઘા યુનિફોર્મ અને મોંઘા પુસ્તકોનો ખર્ચો પણ થઇ જાય છે. ત્યારે આજે વાત કરીએ મુંબઈમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ વિશે, જેને મુકેશ અંબાણીએ પિતા ધીરુભાઈની યાદમાં વર્ષ 2003માં ખોલી હતી.

Image Source

આ શાળામાં મોટાભાગે સેલિબ્રિટીઝના બાળકો જ ભણવા આવે છે. આ શાળામાં શાહરૂખનો દીકરો અબરામ, ઐશ્વર્યાની દીકરી આરાધ્યા સુધીના બાળકો ભણી રહયા છે, જયારે સચિન તેંડુલકરથી લઈને શ્રીદેવીના બાળકો અભ્યાસ કરી ચુક્યા છે. મુંબઈની આ આલીશાન સ્કુલનું નામ છે ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’. આ સ્કૂલની ચેર પર્સન નીતા અંબાણી છે અને નીતા અંબાણીના બહેન મમતા આ સ્કૂલમાં શિક્ષિકા છે.

Image Source

ઘણા એવા સેલેબ્સનાં બાળકો અહી ભણી ચુક્યા છે તો અમુકના હાલ ભણી રહ્યા છે. તેમાંના ઋત્વિક અને સુજૈનનો દીકરો દ્વેહાન, સૈફનો દીકરો ઈબ્રાહીમ, સોનુ નિગમના બાળકો, ચંકી પાંડેની દીકરી રાયસા પાંડે, અનુપમા ચોપડાની દીકરી જૂની ચોપડા, કરિશ્મા કપૂરનો દીકરો કીઆન, લારા દત્તાની દીકરી સાયરા ભૂપતિ વગેરે અહીના વિદ્યાર્થીઓ રહી ચુક્યા છે. શાહરુખ ખાનની દીકરી સુહાના, શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાન્વી અને ખુશી, કાજોલની દીકરી ન્યાસા પણ અહીં અભ્યાસ કરી ચુક્યા છે.

Image Source

આ સ્કુલની ફી પણ આ સ્ટાર્સની જેમ હાઈ-ફાઈ છે. જે સામાન્ય લોકોની કલ્પનાની બહાર છે.

1. LKGથી લઈને ધોરણ 7 સુધીની ફી = 1,70,000 રૂપિયા

2. ધોરણ 8થી લઈને ધોરણ 10 સુધીની ફી (ICSE) = 1,85,000 રૂપિયા

3. ધોરણ 8થી લઈને ધોરણ 10 સુધીની ફી (GICSE) = 4,48,000 રૂપિયા

મુંબઈ મિરરના રીપોર્ટ અનુસાર, અહી એડમીશન કરાવવા માટે 24 લાખ જેટલી રકમ ડીપોઝીટ તરીકે આપવી પડે છે. સામાન્ય લોકોના પહોંચમાં તો આ સ્કુલનો બિલકુલ પણ સમાવેશ નથી થતો. કદાચ આજ કારણ છે કે કરોડપતિ હસ્તીઓના બાળકો અહી અભ્યાસ કરે છે.

Image Source

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી આ સ્કૂલ દેશની ટોપ 10 શાળાઓમાં આવે છે. આ સ્કૂલને નંબર વન ઇન્ટરનેશનલ સ્કૂલનો ખિતાબ પણ મળ્યો છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્કૂલમાં મલ્ટીમીડિયા પ્રોજેક્ટર્સથી સજ્જ આઇટી ઇનેબલ્ડ કલાસરૂમ છે, કોમ્પ્યુટર અને સાયન્સના શાનદાર લેબ્સ છે. મલ્ટીપર્પસ ડિટોરિયમ, આટ્ર્સ સેન્ટર, ડ્રોઈંગ, સંગીત, આર્ટ, ડ્રામા માટે એક્ટિવિટી રૂમ્સ, બાસ્કેટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, ક્રિકેટ, જુદો જુડો જેવી પ્રવૃતિઓ પણ અહીં થાય છે.

Image Source

ઇમર્જન્સી માટે મેડિકલ સેન્ટર, પુસ્તકો, સમાચારપત્રો, મેગેઝીન્સ, સીડી, ડીવીડી, ઓનલાઇન ડેટાબેઝ સાથે સજ્જજ લાયબ્રેરી, વાઈફાઈ, મોડર્ન કિચન અને 2 ડાઇનિંગ હોલ્સ અને શાનદાર કેફેટેરિયા પણ છે. સાથે જ બાળકો માટે ઘણા કાર્યક્રમોનું પણ આયોજન થાય છે.