ન્યુમરોલોજી (અંક જ્યોતિષ) આપણા જીવનમાં અગત્યનું મહત્વ ધરાવે છે. ઘણી વાર આપણને જન્મનો સમય અથવા જન્મનું સ્થાન ખબર નથી હોતું. ત્યારે કુંડળી બનાવવામાં પણ તકલીફ પડે છે. ન્યુમરોલોજી (અંક જ્યોતિષ) બહુજ કમાલની ચીજ છે.તમારી જન્મ જે તારીખે થયો હોય તે તમારું ન્યુમરોલોજી (અંક જ્યોતિષ) બની જાય છે.અને આ તારીખ તમારું ભવિષ્ય નક્કી કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ ન્યુમરોલોજી (અંક જ્યોતિષ)ફક્ત તમારા ભવિષ્ય માટે જ નહીં પરંતુ તમારો સ્વભાવ પણ ઉજાગર કરે છે.
ન્યુમરોલોજી (અંકજ્યોતિષી ) માં કોઈ તારીખએ જન્મેલ લોકોને સફળ બિઝનેસમેન માનવામાં આવે છે. ન્યુમરોલોજીની માનીએ તો, 1 અંકના કારોબારીઓ એ બિઝનેસને એના દમ ઉપર આગળ લઈ આવવાની કાબીલીયત હોય છે. એમને કારોબાર માટે સારો લીડર માનવ માં આવે છે. આવો જાણીએ ક્યાં નંબરના કારોબારી સફળ કારોબારી બને છે.
કોણ હોય છે નંબર 1.
જેમની જન્મ ની તારીખના અંકો નો ટોટલ 1 થતો હોય છે ન્યુમરોલોજી ની માનીએ તો એ 1 નંબર વાળા મનાય છે. મતલબ કે જેમની બર્થડેટ 1, 10 ,19 અને 28 હોય છે એ1 નંબર ના કહેવાય છે. ન્યુમરોલોજીસ્ટ એ જણાવ્યું કે 1 નંબર નું કેરેક્ટર સ્ટ્રોંગ છે અને જન્મજાત લીડર હોય છે. એમનું મેનેજમેન્ટ અને લીડરશીપ સ્કિલ સારી હોય છે. એ એમની લાઈફ માં સફળતા ના નવા મુકામો બનાવે છે. એ સારા સબોર્ડિંનેટ નથી હોતા કારણકે એમને બીજા પાસે થી ઓર્ડર લેવો પસંદ નથી હોતો. એમના લક્ષ્ય હંમેશા મોટા હોય છે.
આ છે નંબર 1 વાળા કારોબારી.
ન્યુમરોલોજી માં નંબર ક વાળા લોકો ની ખાસિયત એ હોય છે કે એ એમના લીડરશીપ અને મેનેજમેન્ટ ક્વોલિટી માટે દેશ દુનિયા માં જાણીતા હોય છે. આ છે નંબર 1 વાળા કારોબારીઓની લિસ્ટ. મુકેશ અંબાણી અને નીતા અંબાણી , બિલ ગેટ્સ, રતન ટાટા, ધીરુભાઈ અંબાણી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી.
મુકેશ અંબાણી નો જન્મદિવસ 19 એપ્રિલ એ છે . એ હિસાબ થી ન્યુમરોલોજી માં એમનો અંક 1
થયો. નીતા અંબાણી નો જન્મ 1 નવેમ્બર 1963 ના થયો હતો. એમની બર્થડેટ ના હિસાબ થી તે પણ 1 નંબર થયો. નીતા અંબાણી એ પણ કારોબાર માં મદદ કરી છે અને એમાં સફળ પણ રહી છે. ભારત ના સૌથી રહીશ વ્યક્તિ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા ઇન્ડિયન બિઝનેસ વર્લ્ડ ના સૌથી અમીર કપલ છે.

રતન ટાટા.
રતન ટાટા નો જન્મ 28 ડિસેમ્બર 1937 માં થયો હતો અને એ પણ એમની બર્થડેટ મુજબ નંબર 1 થયા. રતન ટાટાએ પણ એમની લીડરશીપ ક્વોલિટીને કારણે “ટાટા ગ્રૂપ”ને ગ્લોબલ બ્રાન્ડ બનાવી છે. એમને ટેટલી ટી, જૈગુઆર જેવા વિદેશી બ્રાન્ડ પણ ખરીદી છે.

ધીરુભાઈ અંબાણી.
ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932 ના થયો હતો. ન્યુમરોલોજીમાં એમનો અંક પણ એક થયો. ધીરુભાઈ અંબાણી કારોબારી જગતમાં એમની લીડરશીપ અને દુરદર્શીતા માટે જાણીતા છે. તે એક કપડાં વેપારીથી દેશના મોટા બિઝનેસ ટાયકુન બન્યા હતા. એમને સાલ 1958માં 15,000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની શરૂઆત કરી હતી.

બિલ ગેટ્સ.
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સનો જન્મ 28 ઓક્ટોબર 1955 ના થયો. એમની લીડરશીપ ક્વોલિટીને કારણે જ તે દુનિયાના સૌથી વધુ પૈસાદાર માણસ છે.

કોણ હોય છે નંબર 5.
જેમના જન્મ ની તારીખ ના અંકો નો ટોટલ 5 થાય છે એ 5 નંબર કહેવાય છે. એમાં 5,14 અને 23 તારીખ આવે છે. નંબર 5 વાળા લોકોની એનર્જી લેવલ હાઈ રહે છે. એમની પોતાના વિચાર હોય છે અને તે લોકો રિસ્ક લેતા ગભરાતા નથી. એ લોકો એક કામને બદલે ઘણા બધા કામ એક સાથે કરવામાં ભરોસો રાખે છે. એ લિસ્ટ માં કુમાર મંગલમ બીરલા, સુનિલ ભારતી મિતલ, કિરણ મજુમદાર શો, ફેસબુકના હેડ માર્ક ઝુકરબર્ગ અને સજ્જન ઝીંદલ જેવા કારોબારીઓ આવે છે.
આ છે નંબર 5 કારોબારી.
કુમાર મંગલમ બીરલા.
આદિત્ય બીરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાનો જન્મ દિવસ 14 જૂન ના હોય છે અનેએ ન્યુરોલોજીના પ્રમાણે નંબર 5 છે.

સુનિલ ભારતી મિત્તલ
ભારતી ગ્રૂપના ચેરમેન સુનિલ ભારતી મિત્તલનો જન્મદિવસ 23 ઓક્ટોબરના હોય છે. અને એ ન્યુટલોજીના હિસાબથી 5 નંબર છે. એમની કંપની ટેલિકોમ, રિટેલ જેવા કેટલાય સેક્ટર્સમાં છે.

કિરણ મજુમદાર શો.
બાયોકોનની ચેરમેન કિરણ મજુમદાર શોનો જન્મ 23 માર્ચના હોય છે. એ ન્યુમરોલોજીના હિસાબે 5 નંબર છે.

કોણ હોય છે નંબર 6
જેમની જન્મ ની તારીખના અંકનો ટોટલ 6 હોય છે એ 6 નંબર કહેવાય છે. એમાં 6, 15 અને 24 તારીખ આવે છે. નંબર 6 વાળા લોકોનું એનર્જી લેવલ હાઈ રહે છે. એમના પોતાના વિચારો હોય છે. કોઈ પણ રિસ્ક લેવામાં ગભરાતા નથી . આ લોકો એક કામને બદલે ઘણા બધા કામ એક સાથે કરવામાં ભરોસો રાખે છે. એ લિસ્ટમાં ગૌતમ અદાણી,અજીમ પ્રેમજી, ડીએલેએફ ગ્રૂપના ચેરમેન કેપી સિંહ આવે છે.
આ છે નંબર 6 કારોબારી.

ગૌતમ અદાની.
અદાની ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાનીનો જન્મ 24 જૂનના થયો હતો. એ ન્યુરોલોજીના હિસાબે 6 નંબર છે. અદાની ગ્રૂપ ઇલેક્ટ્રિસીટી, ઓઇલ બનાવવા જેવા કારોબારમાં છે.

અજીમ પ્રેમજી.
વિપ્રો ગ્રૂપના ચેરમેન અજીમ પ્રેમજીના જન્મદિવસ 24 જુલાઈના આવે છે. એ ન્યુરોલોજીના હિસાબે 6 નંબરમાં આવે છે. એમની કંપની દેશની મોટી આઇટી કંપનીમાં ગણાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks